‘ઉપરવાસ કથાત્રયી’ (લેખક : રઘુવીર ચૌધરી) નવલકથા આઝાદીથી 1972 સુધીનાં ગાળાનાં ચોક્કસ સમય – કાળઘટક અને ઇલાકાની વાત છે. તે દરમ્યાન આવેલા પરિવર્તનની વાત છે. આ નવલકથામાં લેખકે કૅમેરા વડે નહીં પણ પોતાનામાં જે ઝીલાયું છે અને સંગ્રહાયેલું છે તે પીંછીથી લખ્યું છે. નવલત્રયી વિશે વિવિધ વિદ્વાન વિવેચકો – નામવરસિંહ, નિરંજન ભગત, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, પ્રમોદકુમાર પટેલ, ચંદ્રકાન્ત શેઠ, નલિન રાવળ, મણિલાલ હ. પટેલ, નરેશ વેદ, રમેશ ર. દવે, ધીરેન્દ્ર મહેતા, કિરીટ દૂધાત, કાનજી પટેલ, શરીફા વિજળીવાળા, પરમાનંદ શ્રીવાસ્તવ, મહાવીરસિંહ ચૌહાણ, ચંદ્રકાંત બંદિવડેકર, આલોક ગુપ્ત, રમેશ ઓઝા, મણિભાઈ અં. પટેલનાં લેખો અહીં સમાવ્યા છે, જેથી ભાવક વિસ્તારથી વાંચી શકે. આ લેખોમાંથી વિશિષ્ટ અવલોકનો – તારણો અને મુદ્દાઓને જેવા કે જાનપદી નવલકથા, વિષય વસ્તુ, પાત્રો, ઘટના-પ્રસંગો, કથાલેખન, સંવાદ, હાસ્ય, ભાષા, સ્ત્રીપાત્રો, જાતીય નિરુપણ, દસ્તાવેજીકરણ વગેરેને તારવીને એક લેખમાં મેં મૂક્યા છે. આશા છે કે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભાવકોને આ પુસ્તક ઉપયોગી નીવડશે." - સંજય ચૌધરી