ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હીએ ૨૦૧૫ના જ્ઞાનપીઠ ઍવોર્ડ માટે ગુજરાતી સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને પસંદ કર્યા છે

ભારતીય સાહિત્યનુ નોબેલ પ્રાઈઝ ગણાતો જ્ઞાનપીઠ પુરસ્કાર એમના મૂર્ધન્ય ગુજરાતી સાહિત્યકાર અને વ્હાલા વડીલ રઘુવીર ચૌધરીને મળ્યાનાં સમાચાર આપણા બધા માટે હરખના હિલોળા છે.

https://www.facebook.com/jayvasavada.jv/posts/10153306014321398:0

- જય વસાવડા (Jay Vasavada)

રઘુવીરભાઇને મળીને આ પુરસ્કાર આજે રળિયાત થયો. ગુજરાતીભાષાને મળ્યો ને એમાં રઘુવીરભાઇને મળ્યો તેનો વિશેષ આનંદ.

- શરીફા વીજળીવાલા (Sharifa Vijaliwala)

જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો સાહિત્યના ક્ષેત્રમાં ઉચ્ચકક્ષાનું યોગદાન આપનારા સાહિત્યકારોને આપવામાં આવતા સર્વોચ્ચ પુરસ્કારોમાંનો એક છે. ભારતીય સાહિત્યનુ નોબેલ પ્રાઈઝ ગણાતો વર્ષ 2015 નો જ્ઞાનપીઠ પુરસ્કાર, મૂર્ધન્ય ગુજરાતી સાહિત્યકાર શ્રી. રઘુવીર ચૌધરીને મળ્યાનાં સમાચાર દેશ વિદેશમાં વસતા સમગ્ર ગુજરાતી જનો માટે પ્રેમ, આનંદ અને અતિ ગર્વના સમાચાર છે. આદરણીય વ્હાલા વડીલ શ્રી. રઘુવીર ચૌધરીનું નામ લેતાજ મારા સ્વ. બાપુ, જોસેફ મેકવાન સાથે જોડાયેલી તેમની સ્મુર્તીઓ અને યાદો સહર્ષ ભીની આંખે તાજી થઇ ગઈકે" જોસેફ મેકવાને તળ ગુજરાતની ધૂળિયા ભાગોળે પોતાની જાતને અને ભાષાને ઘડી છે તે તેમની એક વિરલ સિદ્ધિ અને અમુલ્ય સાહિત્યપ્રદાન છે "એવો આત્મસાત સાહિત્યિક રણટંકાર કરતા, જ્ઞાનપીઠ પુરસ્કાર સન્માનીત શ્રી. રઘુવીર ચૌધરીને કોટી કોટી અભિનંદન !

- મધુરમ મેકવાન (Madhuram Macwan)

ગુજરાતી સાહિત્ય માટે આ ગૌરવપ્રદ ઘટનાને સહુ ગુજરાતીઓ ઉલ્લાસથી આવકારે.

- કનુભાઈ સૂચક, પંચમ શુક્લા (Kanubhai Suchak. Pancham Shukla)

ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હીએ ૨૦૧૫ના જ્ઞાનપીઠ ઍવોર્ડ માટે ગુજરાતી સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને પસંદ કર્યા છે.

- વિપુલ કલ્યાણી (Vipool Kalyani), Gujarati Literary Academy (UK)

હમણાં સાડા બારે જ સમાચાર મળ્યા કે ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હીએ ૨૦૧૫ના જ્ઞાનપીઠ ઍવોર્ડ માટે ગુજરાતી સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને પસંદ કર્યા છે….૧૯૮૫-૮૬ની યાદો ફરી તાજી થઈ, એ જ આનંદ ફરી અનુભવવાનો ફરી મોકો મળ્યો…
આ જ મારા મોટા સમાચાર…(૨:૨૦)

- ભરત પન્નાલાલ પટેલ (Bharat Pannalal Patel)

ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હીએ ૨૦૧૫ના જ્ઞાનપીઠ ઍવોર્ડ માટે ગુજરાતી સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને પસંદ કર્યા છે.

- દેવાંગ પટેલ (Devang Patel)

 

પુસ્તક 'છબી ભીતરની'ને સાહિત્ય અકાદેમી, ભારત સરકાર દ્વારા વર્ષ 2014નો ગુજરાતી ભાષા માટે પુરસ્કાર

સ્વ. અશ્વિન મહેતાના પુસ્તક 'છબી ભીતરની' (નિબંધ સંગ્રહ)ને સાહિત્ય અકાદેમી, ભારત સરકાર દ્વારા વર્ષ 2014નો ગુજરાતી ભાષા માટે પુરસ્કાર મળ્યો છે. તા. 9 માર્ચ, 2015ના રોજ નવી દિલ્હી ખાતે આ પુરસ્કાર એનાયત થશે, જેમાં સન્માન પત્ર તથા રૂ. એક લાખની રકમ આપવામાં આવશે.

http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/sahityaakademiawards2014-e.pdf

રાષ્ટ્રપતિશ્રી દ્વારા શ્રી રઘુવીર ચૌધરીને એનાયત કરવામાં આવેલ મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર


કેન્દ્રીય હિંદી સંસ્થાન, માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2010 માટેનો મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્તે જાણીતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીને તા. 27 ઑગસ્ટ, 2014ના રોજ રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કાર હિંદીમાં સંશોધન, અનુસંધાન તેમ જ યાત્રા વર્ણન માટે દર વર્ષે બે વ્યક્તિને આપવામાં આવે છે. વર્ષ 2013 દરમ્યાન સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ફેલોશીપ એવોર્ડ મેળવનાર શ્રી રઘુવીર ચૌધરી પાંચમા ગુજરાતી સાહિત્યકાર છે.અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ

શ્રી દિપક મહેતાનું અવલોકન

 

 સાહિત્ય અકાદેમી, ભારત સરકાર દ્વારા શ્રી રઘુવીર ચૌધરીને ફેલોશીપ

તા. 20મી જુલાઈ, 2013ના રોજ સાહિત્ય અકાદેમી, ભારત સરકાર દ્વારા શ્રી રઘુવીર ચૌધરીને ફેલોશીપ એનાયત કરવામાં આવી હતી. ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે સાહિત્ય અકાદેમી, ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં સ્વ. કાકાસાહેબ કાલેલકર, સ્વ. ઉમાશંકર જોશી, સ્વ. રાજેન્દ્ર શાહ તથા સ્વ. ભોળાભાઈ પટેલને ફેલોશીપ એનાયત કરવામાં આવી છે. શ્રી રઘુવીર ચૌધરી પાંચમા ગુજરાતી સાહિત્યકાર છે, જેમને આ ગૌરવશાળી અૅવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે કાર્યક્રમ નીચે મુજબ આયોજિત થયો હતો :

આવકાર અને પ્રશસ્તિ  : કે. શ્રીનિવાસરાવ, સચિવ, સાહિત્ય અકાદેમી

ફેલોશિપ ગૌરવ પ્રદાન અને અધ્યશ્રીય ઉદ્બોધન : વિશ્વનાથ પ્રસાદ તિવારી, અધ્યક્ષ, સાહિત્ય અકાદેમી

ઋણ સ્વીકાર  : રઘુવીર ચૌધરી

સંવાદ

અધ્યક્ષ  : સિતાંશું યશશ્ચંદ્ર

વક્તાઓ  : ચંદ્રકાંત ટોપીવાલા, રમેશ ર. દવે અને સતીશ વ્યાસ

સ્થળ  : રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાત સાહિત્ય પરિષદ, સાંજે 5=00 વાગ્યે, જલપાન : સાંજે 4.30

રંગદ્વાર પ્રકાશનનાં પુસ્તકોને તાજેતરમાં મળેલા પુરસ્કાર

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા 'અનુભવની એરણ પર' પુસ્તક (લેખક : મનસુખ સલ્લા)ને  વર્ષ 2008-09 માટે 'પ્રૌઢવિભાગ (આત્મકથા - રેખાચિત્ર - સત્યકથા)' માટે પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા 'ડેરો' પુસ્તક (લેખક : કાનજી પટેલ)ને  વર્ષ 2008-09 માટે 'પ્રૌઢવિભાગ (ટૂંકી વાર્તા)' માટે દ્વિતીય પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા 'અંદર બહાર એકાકાર' પુસ્તક (લેખક : લલિત ત્રિવેદી)ને  વર્ષ 2008-09 માટે 'પ્રૌઢવિભાગ (કવિતા)' માટે દ્વિતીય પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા 'શ્રીપુરાંત જણસે' પુસ્તક (લેખક : રાજેન્દ્ર પટેલ)ને  વર્ષ 2009-10 માટે 'પ્રૌઢવિભાગ (કવિતા)' માટે પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

 ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા 'ગિરનાર' પુસ્તક (લેખક : સંજય ચૌધરી) ને વર્ષ 2009-10 માટે 'પ્રવાસ અને નિબંધ' વિષય માટે દ્વિતીય પુરસ્કાર આપવામાં આવ્યો છે.

શ્રી રઘુવીર ચૌધરીને `નર્મદ ઍવોર્ડ'
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તા. 24 ઑગસ્ટ, 2010ના રોજ પ્રથમ `નર્મદ ઍવોર્ડ' ડૉ. રધુવીર ચૌધરી અને શ્રી મધુ મંગેશ કાર્નિકને એનાયત કરવામાં આવ્યો હતો.

તા. 24 ઑગસ્ટ, 2010, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

સ્થળ : ભારતીય વિદ્યા ભવન, મુંબઈ

ગિરનાર પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય શ્રી મોરારી બાપુના વરદ હસ્તે

 `ગિરનાર' પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય મોરારીબાપુના વરદ્ હસ્તે તા. 7 મે, 2009ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના પ્રાંગણમાં થયું હતું. આ પુસ્તકમાં લેખકે કરેલી ગિરનારની પરિક્રમા અને ગિરનાર આરોહણનું વર્ણન છે. ગિરનાર પરનાં ધાર્મિક સ્થળો, ગીર અને ગિરનારની વન્ય સંપત્તિ, સાહિત્યમાં ગિરનાર, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો, જૂનાગઢનો ઈતિહાસ, આરઝી હકૂમત તથા `હુ હુ' નવલકથા વિશેના લેખોનો પુસ્તકમાં સમાવેશ થાય છે.

`સંજીવની' પ્રકાશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં શ્રી પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા વિશે શ્રી લાભશંકર ઠાકર, શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી રમેશ ર. દવે તેમ જ પૂજ્ય મોરારી બાપુએ મનનીય પ્રવચનો કર્યાં હતાં.

Book on Girnar released by Pujya Shri Morari Bapu

Pujya Shri Morari Bapu released the book on May 7, 2009 at Ahmedabad during the function on a well known Gujarati creative writer Late Shri Pannalal Patel.The book is authored by Shri Sanjay Chaudhary. Book on Girnar is a travelogue narrating experiences of author during Girnar Parikrama of (circular walk around) spiritual and religious hill of Girnar. The book contains articles on Girnar, wild heritage and life of Girnar and Gir forest, religious places on the top of Girnar, literary articles on Girnar, famous places of Junagadh city, history of Junagadh city, and criticism of a Gujarati novel `Hoo Hoo'. Shri Labhshanker Thaker, Shri Bholabhai Patel and Shri Ramesh Dave and Pujya Morari Bapu delivered  interesting talks on short stories by Shri Pannalal Patel. The function was organized by `Sanjivani' at Gujarati Sahistya Parishad, Ahmedabad.

Book Title: Girnar (ગિરનાર)
Type: Book
Author: Sanjay Chaudhary (સંજય ચૌધરી)
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી