ઇતિહાસ (History)

6 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
  1. આપણો વારસો અને વૈભવ

    આપણો વારસો અને વૈભવ

    Rs110.00

    આપણો વારસો અને વૈભવ Learn More
  2. ગિરનાર

    ગિરનાર

    Rs200.00

    આ પુસ્તકમાં લેખકે કરેલી ગિરનારની પરિક્રમા અને ગિરનાર આરોહણનું વર્ણન છે. ગિરનાર પરનાં ધાર્મિક સ્થળો, ગીર અને ગિરનારની વન્ય સંપત્તિ, સાહિત્યમાં ગિરનાર, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો, જૂનાગઢનો ઈતિહાસ, આરઝી હકૂમત તથા `હુ હુ' નવલકથા વિશેના લેખોનો પુસ્તકમાં સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આ પુસ્તકને પ્રવાસ અને નિબંધ શ્રેણી હેઠળ વર્ષ 2009માં દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયું હતું. Learn More
  3. તીર્થભૂમિ ગુજરાત

    તીર્થભૂમિ ગુજરાત

    Rs120.00

    આ પુસ્તક ગુજરાતનાં સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં તીર્થસ્થળોનો અભ્યાસ રજૂ કરે છે. તીર્થસ્થળો એટલે દેવસ્થાન તો ખરાં જ, પણ નૈસર્ગિક રમણીયતા, માનવીય ગરિમા, વિદ્યા-કલાનાં કેન્દ્રો પણ ખરાં જ. કચ્છ - સૌરાષ્ટ્ર સમેત ગુજરાતના ગૌરવ સમાં સ્થળોનો અહીં લલિત નિબંધની શૈલીમાં પરિચય મળે છે. Learn More
  4. દીઠું મેં...

    દીઠું મેં...

    Rs250.00

    અહીં આપણને વર્ષ 1965 પછીનાં વરસો દરમિયાનનું ભારતનું એક સુવ્યવસ્થિત ચિત્ર જોવા મળે છે. આને નિમિત્તે આપણને એક પ્રામાણિક, નિષ્ઠાવાન, અધિકૃત ચિત્ર સાંપડે છે. આ એક જાહેરજીવનનો ઉત્તમ દસ્તાવેજ છે. Learn More
  5. મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમી દેશનો પ્રવાસ

    મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમી દેશનો પ્રવાસ

    Rs100.00

    મુત્સદી અને વિદ્વાન મિર્ઝા અબુ તાલેબ ખાને 1799-1803 દરમ્યાન જે ઉત્સાહથી ઇંગ્લેન્ડ, યુરોપ, તુર્કસ્તાન અને ઈરાનનો પ્રવાસ કર્યો તેનું સુરેખ અને રસપ્રદ વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તેમાંથી તે સમયની વિશ્વની પરિસ્થિતિ ઉપરાંત રીતરિવાજો પણ પ્રાપ્ત થાય છે. સાહિત્ય, સમાજ અને ઇતિહાસ વચ્ચેના તાણાવાણા સાંધીને શ્રી ચીતલવાલાએ મિર્ઝા અબુ તાલેબ ખાનના પ્રવાસવર્ણનનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને પ્રવાસ-સાહિત્યનો વ્યાપ વધાર્યો છે. માત્ર ઇતિહાસના વિદ્વાનો જ નહીં પણ વિદ્યાર્થીઓને તથા દેશવિદેશમાં વસતા ગુજરાતીને પણ આ પુસ્તક વાંચવાનું ગમશે. Learn More
  6. રુદ્રમહાલયની કર્પૂરમંજરી

    રુદ્રમહાલયની કર્પૂરમંજરી

    Rs90.00

    સિદ્ધપુરના વિખ્યાત શિવમંદિર રુદ્રમહાલયના નિર્માણનું નિરૂપણ કરતી અગિયારમી બારમી સદીના સમયનું આલેખન કરતી લેખકની પ્રશિષ્ટ નવલકથા. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ઊંડો રસ ધરાવતા સર્જક દ્વારા 'રુદ્રમહાલયની કર્પૂરમંજરી' રચાઈ છે, એ તેનું મોટું જમા પાસું છે. આ લઘુનવલના કેન્દ્રમાં સ્થાપત્ય અને સ્થપતિ છે. બાહ્યરુપથી આંતરસંબંધ સુધી પહોંચવાની યાત્રા અહીં નિરુપાઈ છે. સ્થપતિ પદ્મસેન દ્વારા રેતિયા પથ્થરે પ્રગટેલું રુદ્રમહાલયનું સૌંદર્ય - આ મહાન કલાકૃતિનું સૌંદર્ય ભારતના આ ભાગને દોઢ સદી સુધી અજવાળતું રહ્યું. કૃતિમાં વ્યક્ત અનુભવ સાથેના સંબંધ વિના સર્જક રૂપનિર્મિતી કરી શકે ? પદ્મસેનનો એ પ્રયત્ન હતો કે કર્પૂરમંજરીથી તટસ્થ રહીને જ અપૂર્વ અને અનન્ય રૂપાંકન કરવું. પણ એમ તો કથા દુઃખાંત હોત. પરંતુ સર્જકના મતે લેખન દરમ્યાન કથાની સૃષ્ટિ સ્વાયત્ત થતી ગઈ અને દુઃખ અંત પહેલાં જ આવી ગયું. કથાનો સુખદ અંત વાચકોને ગમી જાય તેવો છે. Learn More

6 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી