આ પુસ્તકમાં લેખકે કરેલી ગિરનારની પરિક્રમા અને ગિરનાર આરોહણનું વર્ણન છે. ગિરનાર પરનાં ધાર્મિક સ્થળો, ગીર અને ગિરનારની વન્ય સંપત્તિ, સાહિત્યમાં ગિરનાર, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો, જૂનાગઢનો ઈતિહાસ, આરઝી હકૂમત તથા `હુ હુ' નવલકથા વિશેના લેખોનો પુસ્તકમાં સમાવેશ થાય છે.
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આ પુસ્તકને પ્રવાસ અને નિબંધ શ્રેણી હેઠળ વર્ષ 2009માં દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયું હતું.
Author | સંજય ચૌધરી |
---|