નવલકથા (Novel)

Items 1 to 10 of 46 total

per page
Page:
 1. 1
 2. 2
 3. 3
 4. 4
 5. 5

Grid  List 

Set Descending Direction
 1. અંતર

  અંતર

  Rs120.00

  એકમેકથી કંટાળેલાં - થાકેલાં અને સામેથી પહેલ થાય તો અલગ વસવા તૈયાર થયેલાં કેવલ અને નયનતારા વચ્ચે નયનતારાના વિદેશપ્રવાસથી સરજાયેલો અંતરાલ બંનેને આત્મપરીક્ષણની તક પૂરી પાડે છે. દાદા સાથે વતનમાં વસતો પુત્ર નંદ પણ અનાયસ જ બંને વચ્ચે સેતુરૂપ બને છે. જેને બંને પક્ષ પૂર્ણવિરામ ગણતા હતા એ કેવળ વિરામ જ હતો એવી પ્રતીતિ સાથે નગરજીવનની પ્રદૂષિત સભ્યતાથી દૂર કેવલના ફાર્મહાઉસમાં સધાતું નાયક - નાયિકાનું પુનઃર્મિલન સ્પૃહણીય છે. - શ્રી રમેશ ર. દવે પાત્રોના નિરૂપણમાં વૈચારિક તાજગી પણ નવલકથાને રસપ્રદ બનાવે છે. Learn More
 2. અંતર્દાહ

  અંતર્દાહ

  Rs90.00

  સ્ત્રી-પુરુષના સંબંધને આલેખતી લેખિકાની પ્રથમ પુરસ્કૃત નવલકથા. "પરસ્પર એકબીજીને છેદતી રેખાઓ ક્યારેક કેલીડોસ્કોપીક ભાત રચે છે ખરી પણ બહુધા માનવીના હૈયાને એવા તો ઘસરકાઓ આપે છે, એ ન તો કોઈને કહી શકાય કે ન તો તે સહી શકાય." Learn More
 3. અમૃતા

  અમૃતા

  Rs250.00

  રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા 'અમૃતા' વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. Learn More
 4. આજની ઘડી તે…

  આજની ઘડી તે…

  Rs160.00

  અહીં આ નવલકથામાં સર્જકે જીવંત ક્ષણોને સ્પર્શવાનો અને વાચક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કથામાં બે બાબત મહત્ત્વની છે – એક તો વૈદ્યરાજનો સહવાસ અને બીજું પ્રકૃતિ. વિટંબણા મહત્ત્વની નથી, તમે કઈ રીતે એમાંથી બહાર આવો છો તે મહત્ત્વનું છે. કથાનાયક પોતાના ભૂતકાળને પ્રકૃતિના સહવાસમાં ભૂલી જવા ઇચ્છે છે. પ્રકૃતિ આ ક્ષણ આપે છે, બસ પકડતાં આવડવી જોઇએ. જીવવું એટલે ચાલવું. કથાનાયક હિમાંશુ ભૌતિક સુખસગવડની સૃષ્ટિમાંથી પ્રકૃતિના ખોળે ઝંપલાવે છે. હિમાંશુ ઢાબા પર કામ કરે છે. અહીં અન્ય પ્રસંગો બને છે, જેમાં નાયકના વિચારનો પડઘો પડે છે. શરીર અને મન સ્વસ્થ કરવાની આ કથામાં આયુર્વેદ સતત સાથે ચાલે છે. પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે. ચિંતનનો ભાર ક્યાંય વર્તાયા વગર એ કથાના પ્રવાહમાં સહજરૂપે ભળી ગયું છે. કથાની રસિકતામાં વાચકને પણ રસ પડે છે. વાંચવી ગમે તેવી સૃષ્ટિની કથા. Learn More
 5. આવરણ

  આવરણ

  Rs150.00

  નળ સરોવરના પરિવેશમાં પ્રેમની પ્રતીતિ - નળ સરોવર ખાતે એક રાત રોકાયેલા દંપતિની આસપાસ ગૂંથાયેલી વાત. Learn More
 6. આસ્તિક

  આસ્તિક

  Rs72.00

  સાને ગુરુજીની વિખ્યાત પૌરાણિક નવલકથા, જેનું મુખ્ય પાત્ર છે તક્ષક. Learn More
 7. ઇચ્છાવર

  ઇચ્છાવર

  Rs150.00

  શ્રી ધીરેન્દ્ર મહેતા કહે છે કે, કૃતિના અવયવે અવયવમાં ગ્રામપ્રદેશનો રંગ છે, પરંતુ એની રગોમાં આધ્યાત્મિકતાનો જે ધબકાર છે તે આ કૃતિને વિશિષ્ટ બનાવે છે. Learn More
 8. ઉદયાચલનો સૂર્ય

  ઉદયાચલનો સૂર્ય

  Rs200.00

  ચંપારણમાં ગળીની ખેતી થતી. ગળીનાં આ ખેતરોના મૂળ માલિક અંગ્રેજ જમીનદારો નીલવરોના નામે આળખાતા. ગાંધીજીએ જોયું કે નીલવરો પાસેથી લીધેલી જમીનો પર ખેડૂતો પાસે ફરજિયાત ગળીની ખેતી કરાવવામાં આવતી. તીન કઠિયા નામના આ રિવાજને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો. હજારો ખેડૂતો તેમાં જોડાયા. બાબુ રાજેન્દ્રપ્રસાદ અને બાબુ બ્રજકિશોર જેવા આગેવાન વકીલો પણ સત્યાગ્રહમાં સામેલ થયા. ગાંધીજીના સત્યાગ્રહના પરિણામે સરકારે તીન કઠિયા પદ્ધતિ રદ કરવી પડી અને ચંપારણ સત્યાગ્રહે આપણા દેશનો ઇતિહાસ બદલ્યો. એકવાર પુસ્તક વાંચવા માટે હાથમાં લીધા પછી પૂરું કર્યા વગર કોઈ એને હેઠું ન મૂકી શકે. નવી પેઢીના ઘડતરમાં આ પુસ્તક ફાળો આપશે. Learn More
 9. ઉપરવાસ, સહવાસ અને અંતરવાસનો સેટ

  ઉપરવાસ, સહવાસ અને અંતરવાસનો સેટ

  Rs700.00

  પન્નાલાલ પટેલ પછી ઉત્તર ગુજરાતના ગ્રામ્ય જીવનને વિશાળ ફલક પર આલેખતી સાહિત્ય અકાદમીના રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનીત કથાત્રયી. Learn More
 10. એક ડગ આગળ બે ડગ પાછળ

  એક ડગ આગળ બે ડગ પાછળ

  Rs170.00

  આજના ગ્રામજીવન દ્વારા દેશની પ્રગતિ અને પીછેહઠનું આલેખન કરતી સામાજિક-રાજકીય પરિસ્થિતિનું ચિત્રણ કરતી એક શિક્ષીત પ્રૌઢની નજરે રજૂ થયેલી કથા. Learn More

Items 1 to 10 of 46 total

per page
Page:
 1. 1
 2. 2
 3. 3
 4. 4
 5. 5

Grid  List 

Set Descending Direction
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી