નવલકથા (Novel)

4 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
 1. અમૃતા

  અમૃતા

  Rs250.00

  રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા 'અમૃતા' વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. Learn More
 2. ઉદયાચલનો સૂર્ય

  ઉદયાચલનો સૂર્ય

  Rs200.00

  ચંપારણમાં ગળીની ખેતી થતી. ગળીનાં આ ખેતરોના મૂળ માલિક અંગ્રેજ જમીનદારો નીલવરોના નામે આળખાતા. ગાંધીજીએ જોયું કે નીલવરો પાસેથી લીધેલી જમીનો પર ખેડૂતો પાસે ફરજિયાત ગળીની ખેતી કરાવવામાં આવતી. તીન કઠિયા નામના આ રિવાજને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો. હજારો ખેડૂતો તેમાં જોડાયા. બાબુ રાજેન્દ્રપ્રસાદ અને બાબુ બ્રજકિશોર જેવા આગેવાન વકીલો પણ સત્યાગ્રહમાં સામેલ થયા. ગાંધીજીના સત્યાગ્રહના પરિણામે સરકારે તીન કઠિયા પદ્ધતિ રદ કરવી પડી અને ચંપારણ સત્યાગ્રહે આપણા દેશનો ઇતિહાસ બદલ્યો. એકવાર પુસ્તક વાંચવા માટે હાથમાં લીધા પછી પૂરું કર્યા વગર કોઈ એને હેઠું ન મૂકી શકે. નવી પેઢીના ઘડતરમાં આ પુસ્તક ફાળો આપશે. Learn More
 3. એક મુઠ્ઠી આસમાન

  એક મુઠ્ઠી આસમાન

  Rs200.00

  ચાર્લ્સ ડિકન્સની ‘ધ ગ્રેટ ઍક્પેક્ટેશન’નો સંક્ષેપ અનુવાદ. પ્રત્યેક જમાનાની યુવા-પેઢીને ડિકન્સનો એક જ સંદેશ છે – પ્રેમનો. સચ્ચાઈભર્યા પ્રેમનો. હકીકતમાં બૂરા મનાયેલ પાત્રમાં, એની ભીતરમાં તો કંઈ ને કંઈ સારપ ભંડરાઈને પડેલી જ છે. Learn More
 4. સોમતીર્થ

  સોમતીર્થ

  Rs200.00

  મંદિર તૂટવાથી ધર્મ તૂટતો નથી એવું સિદ્ધ કરતી સોમનાથ મંદિર નિમિત્તે ગુજરાત-સૌરાષ્ટ્રના ભૌગાલિક-રાજકીય ફલક પર સદાશિવ અને ચૌલાના પાત્ર દ્વારા શૈવ ધર્મના આદર્શોનું આલેખન કરતી, રા'નવઘણના વ્યક્તિત્વ વિકાસ, સોરઠની પ્રજાની સમૂહચેતના, સત્તા અને સંપત્તિની અતૃપ્ત ભૂખ ધરાવતા માહમૂદ ગઝનવીના સોમનાથ પરના આક્રમણ, અલ બરુની, વજા ઠાકોર, દેવાયત આહિર, ફરીદ વગેરે ઐતિહાસિક પાત્રોના આધારે રચાયેલી અને ગુજરાતી તેમ જ હિન્દીમાં વ્યાપક આવકાર પામેલી નવલકથા. Learn More

4 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
New Release Gujarati Books

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી