કથાત્રયીનાં પાત્રો વાચકના મનમાં કાયમી સ્થાન જમાવીને સ્વજનો જેવાં બની રહે છે. કથાત્રયીમાં રાજકારણ અને બદલાતી રાજકીય પરિસ્થિતિનું નિરૂપણ જે ક્ષમતાથી થયું છે તે રઘુવીરને ઉત્તમ સર્જક સ્થાપી આપે છે.
– કિરીટ દૂધાત
‘અમૃતા‘એ ગુજરાતી નવલકથાને સમૃદ્ધ કરી જ છે, પણ રઘુવીર ચૌધરીની સર્જકતાનો સઘળો હિસાબ તો આ બૃહદકથાએ જ આપ્યો છે.
– રમેશ ર. દવે
સામાજિક અને વૈયક્તિક જીવનના વિકાસનું આલેખન આ નવલકથામાં લેખકની સૌથી મોટી સિદ્ધિ જણાય છે.
– જયંત કોઠારી
રઘુવીર ચૌધરીની નવલત્રયી – ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’ – આઠમા દાયકાના ગુજરાતી સાહિત્યમાં સૌથી મોટી ઘટના છે.
– નિરંજન ભગત
Reviews
There are no reviews yet.