શ્રી હર્ષદ ત્રિવેદીના મતે શ્રી રઘુવીરભાઈ એક વાર્તાકાર તરીકે હંમેશાં વિશિષ્ટ રહ્યા છે. એમની વાર્તાઓમાં સમાજ અનેક રીતે પડઘાતો રહ્યો છે. એમનાં પાત્રો જીવંત, સ્પષ્ટ વિચારસરણીવાળાં અને આગવું વ્યક્તિત્વ લઈને આવે છે. ‘પુનર્જીવન’ના ગાયત્રીબા અને પૃથ્વીસિંહ, ‘પ્રભા મહેતા’ના કેપ્ટન વિશાલ વગેરે ભાગલા પાડ્યા વિના જીવનને એની સમગ્રતામાં જોવાની દૃષ્ટિને કારણે નોંધપાત્ર બની રહે છે.
જેના પરથી આ સંગ્રહનું શીર્ષક અપાયું છે તે વાર્તા ‘મંદિરની પછીતે’, ‘શામભાઈની બીમારીની શોધ’, ‘સુજાતાનું પુર્વજીવન’ જેવી વાર્તાઓ વાંચતાં લાગે છે કે ક્યારેક વાર્તાઓ સામાજિક લાગે છતાં એમાં માનવસ્વભાવની કોઈ ને કોઈ વાત એવી રીતે આવતી હોય છે કે સ્વસ્થ મનુષ્ય સમાજની રચનામાં મદદરૂપ થઈ આવે.
Reviews
There are no reviews yet.