વિશ્વપ્રવાસી પ્રીતિ સેનગુપ્તાના શ્રેષ્ઠ પ્રવાસ નિબંધોનું આ પુસ્તક ટૂંક સમયમાં વેચાઈ ગયું હોવાથી આ એની બીજી આવૃત્તિ છે.
કહે છે કે, ‘જે ચાલે છે તેનું ભાગ્ય પણ ચાલે છે.`
મનમાં સહેજે આશંકા કે ભીતિ રાખ્યા વગર પ્રીતિ સેનગુપ્તા આખીય દુનિયામાં સતત એકલાં ફરતાં રહ્યાં છે. એ નોંધે છે કે જ્યાં જાઉં ત્યાં ગમી જાય. એ સ્થાન પોતાનું થઈ જાય. ઘર જેવું લાગે ને ત્યાંથી દૂર જવાનું મન ન થાય. આ અનુભૂતિને એ ‘પર-માયા-પ્રવેશ` તરીકે ઓળખાવે છે.
આવી જ કોઈક અનુભૂતિથી પ્રેરાઈને એમણે સાતેય ખંડોનો પ્રવાસ કર્યો અને એ પ્રવાસ શબ્દદેહે સહુ વાચકો સમક્ષ ધર્યો ‘અપરાજિતા`રૂપે. લેખિકાએ પોતે જોયેલાં સ્થળોના વર્ણન સાથે દેશ અને પ્રજા વિશે સાંસ્કૃતિક માહિતી આપી હોવાથી આ પુસ્તકનું ઘણું શૈક્ષણિક મૂલ્ય છે.
Reviews
There are no reviews yet.