લેખક શ્રી રઘુવીર ચૌધરી પોતાના અનુભવો અને વિચારો રજૂ કરતા કહે છે કે ઉત્તમ સાહિત્યના મૂળમાં અનુભવની શક્તિ અને શબ્દનું સૌંદર્ય રહેલું છે.
ભાષા અહીં માત્ર પારદર્શી બારી છે. લેખકની ફરજ ફક્ત એ બારીના કાચ સ્વચ્છ રાખવાની છે, વાચક માટે જ તો. પછી વાચક ભલે નવલકથા વાંચતાં વાંચતાં એક આગવી નવલકથા પોતાને માટે રચતો જાય, એ નિસ્પંદ ન રહે, અસર અનુભવે – એનો સચેતન સાથ મળે. એટલે કે વાચકને વિશ્વાસમાં લેવાનો હોય છે. માત્ર ભાષાથી નહીં, અનુકૂળ કથનરીતિ શોધીને. અહીં લેખકની તમામ કૃતિની ભૂમિકાનો પણ સમાવેશ થાય છે.
અહીં સાહિત્ય પરિષદના સર્જન વિભાગનું અધ્યક્ષીય પ્રવચન અને સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પ્રવચન પણ છે.
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આ સર્જકની બે શ્રેષ્ઠ નવલકથાઓ “ઉપરવાસ કથાત્રયી” અને “અમૃતા”ની તુલના પણ નવલકથાના સ્વરૂપનો ખ્યાલ આપે છે.
Reviews
There are no reviews yet.