વાર્તા સાંભળીને કે વાંચીને તરત જ અન્ય વ્યક્તિને કહેવાનું મન થાય એવી વાર્તાઓ ‘અતિથિગૃહ’માં છે. કુલ અઢાર વાર્તાઓ સાથે વાર્તાકારની કેફિયત સમાન ‘ગદ્યનું સહજ લાલિત્ય અને અનુભવની પ્રામાણિકતા’ એવો લેખ પણ આ સંગ્રહમાં છે.
‘તારે પ્રેમમાં પડવું છે ?’, ’સરનામની શોધ’, ‘સાથે હોવાનું સુખ’, ‘પ્રોફેસર પરમાર્થી’, ‘ચેતના’, ‘મા ડેરીમાં ફરી હડતાલ ક્યારે પડશે’, ‘વેલાની ગાયો’ શીર્ષક હેઠળ રચાયેલી વાર્તાઓના સુંદર કથાનકો અને રજૂઆતની સચોટ શૈલી તો આકર્ષક છે જ પણ સંવાદોય જીવનની ફિલસૂફી સમજાવે છે.
કનુભાઈને શેઢા માટે જેટલી મમતા એટલી વાડ માટે નહીં. “શેઢા આખી સીમને એક કરી આપતા હતા, વાડ ભાગ પાડતી હતી.” (રુક્મિણી તેં થોરનાં ફૂલ જોયાં છે ?)
“બાળકના અભાવે હેરાન થવામાં અને બાળક થકી હેરાન થવામાં શો ફેર છે એ તને પુરુષને ક્યાંથી સમજાય ?” “ભલે ના સમજાય, તારી સાથે હેરાન થવા હું રાજી છું સમજી.” (ચેતના)
“તમે મહાપુરુષોના વિચારો ધરાવો છો ! પણ દુઃખની વાત એ છે કે વિચારો આગળ જ અટકી જાઓ છો. કશું કરતાં જ નથી.” (ફાળો)
Reviews
There are no reviews yet.