અગ્રણી ઉદ્યોગપતિ બળવંતભાઈ પારેખના જીવન તથા કવન વિશેનું નાટક.
ફેવિકોલનું જ્યાં ઉત્પાદન થાય છે તેવી “પીડીલાઈટ ઇન્ડસ્ટ્રી”ના સ્થાપક શ્રી બળવંત પારેખ ઉદ્યોગપતિ હોવાની સાથે સમાજના અનેકવિધ ક્ષેત્રોના ખાસ કરીને કેળવણીના કામોમાં ઊંડો રસ લેતા હતા અને એ કામોને આગળ ધપાવવા યથામતિ – યથાશક્તિ મદદ પણ કરતા હતા. અને એ પણ એવી રીતે કે જમણો હાથ આપે એની જાણ ડાબા હાથનેય ના થાય. એમના પૂર્વજો પણ મહાજનની ઉમદા પરંપરાનો વારસો મૂકી ગયા છે. આ નાટક જાણીતા દિગ્દર્શક શ્રી મનોજ શાહે મુંબઈમાં અનેક વાર સફળતાપૂર્વક ભજવ્યું છે. નાનામોટા સહુને એ વાંચવું ગમશે.
Reviews
There are no reviews yet.