જિંદગી જુગાર છે ? વાર્તા વર્ષની શ્રેષ્ઠ વાર્તાઓમાં પસંદગી પામેલી. અહીં. પ્રગટ થયેલી 27 વાર્તાઓ ટૂંકી છે પણ એમાં આલેખાયેલા મુદ્દા આખા જીવનને સ્પર્શે છે.
જિંદગી જુગાર છે ? શીર્ષક હેઠળ રચાયેલી નવલિકામાં જુગાર માટે અદમ્ય ખેંચાણ અનુભવતા રાકેશે પોતાના વ્યસ્ન અંગે ફિલોસોફી તૈયાર કરી હતી. એના મતે જુગાર નિર્દોષ રમત છે. એમાં તમે કોઈના પર અંગત રાગદ્વેષથી પ્રહાર કરતા નથી. તમારો માનવીય વિકાસ થતો જ રહે છે. યુધિષ્ઠિર અને દોસ્તોયવસ્કીના નામે તે જણાવે છે કે તમે મોટા રાજવી કે મહાન સર્જક બની શકો છો. વાર્તાના અંતે જુગારમાં જીતેલી રકમ રાકેશ અનાથાશ્રમને દાન આપવા નીકળી પડે છે અને તેને લાગે છે કે જુગારમાંથી તેનો રસ કાયમ માટે ઉડી ગયો છે. જીતવાની ઇચ્છા પર આજે જીત મળી છે.
આ અને આવી અનેક નવલિકાઓમાં રજૂ થાય છે સંવેદનપ્રધાન વિચાર અને વિચારપ્રધાન સંવેદન. વિધાયક જીવનદૃષ્ટિ જગવતાં કથાનકો વ્યક્તિત્વ વિકાસની દૃષ્ટિએ નાના મોટા સૌ વાચકો માટે રસપ્રદ નીવડે છે.
Reviews
There are no reviews yet.