rangdwar.com

ઓગણીસમી સદીના ગ્રંથ – ગ્રંથકાર

150.00

ઓગણીસમી સદી એટલે મુંબઈ ઇલાકામાં અર્વાચીનતાના અરુણોદયનો સમય.

Category:

Auther Name : દીપક મહેતા

Published Year: 2015

ગુજરાતી ભાષાસાહિત્ય અને સંસ્કારના ઇતિહાસમાં આ પુસ્તક ડોકિયું કરાવે છે. પુસ્તકનાં 59 પ્રકરણ જરૂરી માહિતી આપવાની સાથે ફોટોગ્રાફ અને પ્રતિકૃતિઓ પણ રજૂ કરે છે. સામાન્ય જ્ઞાનના ક્ષેત્રે આ પુસ્તક અધિકૃત ઉમેરો છે.

સહૃદયો વતી જાણે લેખક જ સવાલ પૂછે છે, પણ ઓગણીસમી સદીનાં પુસ્તકો વિશે આવો તાસેરો કરવાની કંઈ જરૂર ? અને પછી પોતે જ જવાબ પણ આપે છે. ‘જરૂર એટલા માટે કે આપણા સાંસ્કૃતિક – સાહિત્યિક વારસાનો આ એક મહત્વનો હિસ્સો છે. આપણા સમાજ – રહેણી કરણી, શિક્ષણ, ભાષા, સાહિત્ય વિચારસરણીમાં અર્વાચીનનો અરૂણોદય થયો તે આ ઓગણીસમી સદીમાં. અને આ પુસ્તકો તે એવાં અરૂણોદયનાં પહેલાં કિરણો. બધાં તો ક્યાંથી ઝીલાય, પણ થોડાં ઝીલવાનો અહીં પ્રયત્ન. અને સાથે સામાન્ય જિજ્ઞાસુ સાહિત્ય રસિકને રસ પડે એવી રજૂઆત કરવાની મહેનત..’  પુસ્તક વાંચીએ ત્યારે આ મહેનત લેખે લાગી જણાય છે.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “ઓગણીસમી સદીના ગ્રંથ – ગ્રંથકાર”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart