આ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં સમાજથી વ્યક્તિ અને વ્યક્તિથી સમાજ તરફની ગતિનું વર્તુળ દોરાતું દેખાય છે. અહીં પાત્રોનાં આંતરિક સંચલનો અને સંવેદનને અભિવ્યક્ત કરવા માટે સૂક્ષ્મ નિરીક્ષણ, વાતાવરણ અને પરિવેશનો કળાત્મક વિનિયોગ સહજતાથી થયો છે. એનાથી ઘટનાનું પોત વણાયું છે. આ વાર્તાઓમાં લેખક અલાયદું વિશ્વ લાવ્યા છે અને તે પણ ખૂબ પ્રમાણભૂત અને પ્રતીતિજનક રુપમાં લાવ્યા છે. અહીં કેટલીક વાર્તાઓમાં મુસ્લિમ સમાજ અને એની સાથે જોડાયેલા વિશિષ્ટ પરિવેશને, તેમના જીવનરંગ તેમ જ તેના નગરજીવનને ઘણી અધિકૃતતા અને સારી એવી કલાત્મકતાથી વ્યક્ત કર્યો છે. ‘ટેકરો’, ‘સાંકડી ગલીમાં ઘર’, ‘તડકી’ જેવી વાર્તાઓ નોંધપાત્ર છે.
‘વિજયની વાર્તાઓમાં સમાજથી વ્યક્તિ અને વ્યક્તિથી સમાજ તરફની ગતિનું વર્તુળ દોરાતું દેખાય છે. વિજયનાં પાત્રોનાં આંતરિક સંચલનો અને સંવેદનને અભિવ્યક્ત કરવા માટે સૂક્ષ્મ નિરીક્ષણ, વાતાવરણ અને પરિવેશનો કળાત્મક વિનિયોગ સહજતાથી કરે છે. એનાથી ઘટનાનું પોત વણાય છે.’ -વીનેશ અંતાણી
‘વાર્તામાં જે અલાયદું વિશ્વ વિજય સોની લાવ્યા છે, એ ખૂબ પ્રમાણભૂત અને પ્રતીતિજનક રુપમાં લાવ્યા છે. મુસ્લિમ સમાજ અને એની સાથે જોડાયેલા વિશિષ્ટ પરિવેશનું. આ કોમના જીવનરંગને નગરજીવનની પડછે એમણે ઘણી અધિકૃતતા અને સારી એવી કલાત્મકતાથી વ્યક્ત કર્યો છે.’ – મહેન્દ્રસિંહ પરમાર
Reviews
There are no reviews yet.