“મેં તો ડુંગર પર દીવડો મેલ્યો
ગગન મારું ઝળહળતું
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો
ભવન મારું ઝળહળતું.”
આ કાવ્યસંગ્રહને દીવા જેવી થાપણ તરીકે ઓળખાવતાં શ્રી ચંદ્રકાન્ત શેઠ કહે છે કે આ કવિને ગીતનું સ્વરૂપ સૌથી વધું ફાવ્યું છે. કાવ્યસંગ્રહમાં લગભગ પાંત્રીસેક ગીતો છે. ગાતોમાં એમની લય-બાનીનું સીધું અનુસંધાન સંતવાણી સાથે રહે છે. જો કે કેટલાંક ગીતોમાં એમની આધુનિક ગીત-શૈલીનાં વળાંકો પણ જોઈ શકાય. તળપદા લયઢાળ – લોકઢાળ તેમ જ બોલીનો વિનિયોગ સહૃદયને આકર્ષે છે.
સામે કાંઠે તેડાંનાં કાવ્યોમાં અધ્યાત્મનો ભગવો રંગ, ઝાડપાનનો લીલો રંગ, માટીનો રંગ, નગરજીવનનો ધૂમ્રમિશ્રીત રંગ ને અત્રતત્ર ક્યાંક ક્યાંક પ્રેમસંબંધનો કસુંબલ રંગ પણ જોવા મળે છે અને સંગ્રહમાંથી પસાર થતાં સહૃદય એ રંગે અનાયસ જ રંગાય છે.
Reviews
There are no reviews yet.