rangdwar.com

માનસથી લોકમાનસ

300.00

Auther Name : રઘુવીર ચૌધરી

Published Year: 2021

શ્રી મોરારિબાપુએ રામચરિત માનસના માધ્યમથી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું લોકશિક્ષણ આપ્યું છે. એમની આજ સુધીની કથાઓમાંથી ઉપસતા મુદ્દાઓ વિશે લેખકે ટૂંકાં અને રસપ્રદ પ્રકરણ રચ્યાં છે. શ્રી મોરારીબાપુને નજીકથી ઓળખતા લેખકો અને કલાકારોના પ્રતિભાવો પણ આપ્યા છે અને સાથે કેટલીક મુલાકાતોનો પણ સમાવેશ કર્યો છે.

આ ગ્રંથ મોરારિબાપુના જીવન અને કર્મ વિશેનો સુંદર ગ્રંથ છે. ભૌતિક જગતના થાક ઉતારતી મોરારિ બાપુની રામકથાઓ થકી કેટલાયને સાચા વિસામા મળ્યાં છે. માનસથી લોકમાનસ ગ્રંથ પણ સાચા અર્થમાં વિસામાનું ઠેકાણું છે. એક ઉત્તમ તટસ્થ વિવેચનની સાથે સૂક્ષ્મ સંશોધનનો આયામ પ્રગટ કરે છે. શ્રી રઘુવીર ચૌધરીના લેખન-સંકલનમાં કથાના માધ્યમથી એક માનવમૂલ્ય તરીકે પ્રેમભક્તિના પ્રસારની સફળતાને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં લેખકે મોરારિબાપુના જીવનના મુખ્ય પ્રસંગોની વાત કરી છે, તેમના મનોઘડતરનો અને તેમાં ભાગ ભજવનાર વ્યક્તિઓનો પરિચય આપ્યો છે. એક કથાકાર તરીકે મોરારિબાપુનો કઈ રીતે વિકાસ થયો એનો ખ્યાલ આપવાનો લેખકે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે.

સંસારમાં રહીને સાધુતા સાચવવાનું કપરું કામ પ્રસન્નતાથી પાર પાડતા સંતની છબીની નાની મોટી રેખાઓને ઉજાગર કરતાં આ લખાણોને છેડે પ્રતિભાવો, પરિશિષ્ટો અને ખાસ તો જે કથા સૂચિ, પુસ્તક સૂચિ અને વ્યક્તિ સૂચિ અપાયાં છે તે શોધનશ્રમ જિજ્ઞાસુઓને માટે ઉપકારક બને એવો છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “માનસથી લોકમાનસ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart