આ પુસ્તકમાં લેખકે આપણા સંપ્રદાયો અને તેના સાહિત્યનો વિમર્શ કરતા અઢાર લેખો ગ્રંથસ્થ કર્યા છે. ગિરનારના દત્ત શિખર પ્રતિ `ભગવદ્-ગોમંડળ’માં વ્યક્ત કરાયેલી શંકાના જે ખુલાસાઓ લેખક આપે છે તેમાં એમની તર્કપટુતા વૈજ્ઞાનિકતા અને આધારો રજૂ કરવાની ક્ષમતા પ્રગટ થાય છે. બધા જ લેખો ચર્ચ્યવિષયની સર્વગ્રાહી રૂપરેખા અને મર્મદર્શનથી યુક્ત છે. `સરવંગા એટલે, સર્વ પંથનો, કોઈ એક પંથનો નહીં.’ – (શ્રી વિજય શાસ્ત્રી, નવનીત સર્મપણ, જાન્યુઆરી, 2010)
Reviews
There are no reviews yet.