સર્જક અનુપમ બુચની સ્મરણયાત્રાનો શબ્દદેહ હોવા છતાં ધુમાડા વિનાની ધૂણીમાં કેવળ ભૂતકાળનાં ગાણાં નથી. ઠેકઠેકાણે વર્તમાન સમયના સંદર્ભો તેમ જ સમસ્યાઓ અને તેમનું સમાધાન છે. ભાવકોને વિવિધ પ્રસંગો, અનુભવો અને ઘટનાઓમાં ઉભરતી સૌરાષ્ટ્રની સભ્યતા અને સંસ્કૃતિની છાલક ઊડે એ જ અહીં લક્ષ્ય છે. લેખક એ લક્ષ્ય તાકવામાં સફળ થયા છે તે આ દૃષ્ટાંતોમાં જોઈ શકાય છે.
જૂનાગઢની ધમની – હવેલી ગલી – એક વૃંદાવનની કુંજગલી અને બીજી મારા વતન જૂનાગઢની હવેલી ગલી. મળસ્કે જાણે બે સરખી સાહેલી.
લુઓ દેખી મુનિવર ચળે – પાપડનો લુઓ. આ ખારો પેંડો કોને ના ભાવે ? સિંગતેલમાં ડુબાડીને મોઢાના ખારા પાણીમાં એને ગાયની જેમ વાગોળો. સિત્તેર વર્ષના ડોસાને આપો, ના નહીં પાડે, ભલે એના દાંતના ચોખઠામાં ચોંટી જાય.
સોશ્યિલ મીડિયાના ડિજીટલ ઓટલા પર લેખકની પારદર્શક ગપસપનો સંગ્રહ.
Reviews
There are no reviews yet.