પ્રૉ. રેમંડ પરમાર વિશ્વ સાહિત્યમાંથી શ્રેષ્ટ નવલિકાઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અનુવાદ માટે પસંદ થયેલી આ નવલિકાઓ રશિયા તથા યુએસએના વ્યાપક ફલકને આવરી લે છે અને સાથોસાથ એના પાત્રો અને પ્રસંગોનું ગુજરાતીપણું દેશપરદેશની ભેદરેખા મીટાવી દે છે.
ચેખોવની ‘લાગી શરત’ (ધ બૅટ), મોંપાસાની ‘ગળાનો હાર’ (ધ નૅકલેસ), તેમ જ ટૉલ્સટૉયની નવલિકા ‘બે વૃદ્ધ જાત્રાળુઓ’ (ટુ ઑલ્ડ મૅન) અત્યંત લોકપ્રિય વાર્તાઓ છે.
આ સંગ્રહમાં પશ્ચિમના દસ મહાન વાર્તાકારોની વાર્તાઓ સુંદર રીતે એક સાથે રજૂ થઈ છે – જેમ કે ચેખોવ, મોંપાસા, ટોસ્યટોય વગેરે. આ વાર્તાઓ વિદ્યાર્થીઓને પાશ્ચાત્ય જગતની સંસ્કૃતિમાં પ્રવેશવા સારુ ઉપકારક દ્વાર ખોલી આપશે. ભારતીય તેમ જ ગુજરાતી લેખકો પર આવી રચનાઓએ કેવો પ્રભાવ પાડ્યો છે તે તેઓ સદૃષ્ટાંત જોતાં થશે. અનુવાદ – સાહિત્ય ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથે સુમેળ ને સમન્વય સાધવાનો એક ઉત્તમ માર્ગ છે. પ્રૉ. રેમંડ પરમારે અનુવાદનું ઘણું વૈવિધ્યસભર કામ કર્યું છે, તેથી આવું મહત્ત્વનું કાર્ય હાથ ધરવા એ સિદ્ધહસ્ત અનુવાદક ગણાય.
સંગ્રહને આવકારતાં શ્રીમતી સગુણા રામનાથન કહે છે કે, “આ વાર્તાઓ ગુજરાતી સાહિત્યનાં વિદ્યાર્થીઓને પાશ્ચાત્ય જગતની સંસ્કૃતિમાં પ્રવેશવા સારુ ઉપકારક દ્વાર ખોલી આપશે. ભારતીય તેમ જ ગુજરાતી લેખકો પર આવી રચનાઓએ કેવો પ્રભાવ પાડ્યો છે તે તેઓ સદૃષ્ટાંત જોતાં થશે. અનુવાદ – સાહિત્ય ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથે સુમેળ ને સમન્વય સાધવાનો એક ઉત્તમ માર્ગ છે. પ્રૉ. રેમંડ પરમારે અનુવાદનું ઘણું વૈવિધ્યસભર કામ કર્યું છે, તેથી આવું મહત્ત્વનું કાર્ય હાથ ધરવા એ સિદ્ધહસ્ત અનુવાદક ગણાય.”
Reviews
There are no reviews yet.