rangdwar.com

એક નટખટ છોકરાનાં પરાક્રમો

150.00

Auther Name : લે. માર્ક ટ્વેઇન, અનુ. રેમંડ પરમાર

Published Year: 2014

માર્ક ટ્વેઇન વિશ્વના વિખ્યાત હાસ્યકાર છે. એ ટોમ સૉયર અને હકલબરી ફિન જેવાં પાત્રો દ્વારા કિશોરોની ઊર્જાનું વિધાયક આલેખન કરવાની સાથે હાસ્યવિનોદ જગવે છે. શ્રી રેમંડ પરમારે ખૂબ મહેનત કરીને આ રસાળ અનુવાદ તૈયાર કર્યો છે. એનું વાચન કિશોરો-યુવાનોમાં સાહસ પ્રેરશે.

19મી સદીમાં અમેરિકામાં થઈ ગયેલા માર્ક ટ્વેઇનની ખ્યાતિ રમૂજી સાહસકથા, પ્રવાસ વર્ણનોને કારણે દેશ-વિદેશમાં પ્રસરેલી છે. એમાંય એમનું પુસ્તક `The Adventure of Tom Sawyer’ વિશ્વભરના કિશોરો અને મોટેરાઓ માટે પણ એક અનોખા આકર્ષણરૂપ બની ચૂક્યું છે. અનુદિત પુસ્તકમાં અમેરિકાની સંસ્કૃતિ, ત્યાંની પ્રજા, ત્યાંની ભૂગોળ, ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ સચવાઈ રહે એની અનુવાદકે કાળજી રાખી છે.

નટખટ છોકરાનાં, એકલાંનાં  અગર તો મિત્રો  સાથેનાં રમૂજી સાહસો કિશોરો-કિશોરીઓ વાંચતાં વાંચતાં હસે એ રીતે કુનેહપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે, અને મૂળ પાત્રોની પરખ પણ યોગ્ય રીતે જળવાઈ છે. અનુવાદકે પ્રસંગોને કેન્દ્રમાં રાખીને તેમના દ્વારા જીવનનું તત્ત્વજ્ઞાન પીરસી દીધું છે. આ પુસ્તક અવશ્ય કિશોરોના હાથમાં મૂકવું જોઈએ.

વડીલશાહી સામે સદાય બળવો કરતા, વડીલોની સજા પામીનેય એમનાં કૃત્રિમ બંધનો સ્વીકારવાનો ધરાર ઇન્કાર કરતા, પોતાની આગવી જિંદગી જીવવા માગતા છતાં વડીલો પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા કિશોરની આ કથા એ જગતસાહિત્યની અમોલી મૂડી છે, એવો શ્રી ધીરુબહેન પટેલનો મત છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “એક નટખટ છોકરાનાં પરાક્રમો”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart