આ પુસ્તકના લેખક શ્રી અશ્વિન મહેતા ફોટોગ્રાફીના ક્ષેત્રે ગુજરાત તેમ જ વિશ્વભરમાં જાણીતા હતા. આ પુસ્તકના ચરિત્ર નિબંધો સામાયિકોમાં પ્રગટ થયા ત્યારે ઘણા ભાવકોનું ધ્યાન ખેંચાયું હતું અને તેને કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર એનાયત થયો હતો.
‘ઝીણા થઈને નિસરી ગયા’ નામનો સ્વામી આનંદ વિશેનો નિબંધ અપૂર્વ અને અનન્ય છે. ફોટોગ્રાફ્સ વ્યક્તિની બાહ્ય છબિ આપણી સમક્ષ મૂકી આપે છે જ્યારે આ ચરિત્ર નિબંધોની નાનીમોટી રેખાઓ, સ્વામી આનંદથી માંડીને ઇંદિરા ગાંધી સુધીની વિલક્ષણ વ્યક્તિઓના ભીતરની છબિ સુપેરે ઝીલે છે.
પોતાના આ પુસ્તકને શ્રી અશ્વિન મહેતા ‘પહેલું અને છેલ્લું’ ગણાવે છે, પણ સહૃદય તરીકે આપણે ઇચ્છીએ કે તેઓ એમની કમલ આ ક્ષેત્રે સતત ચાલતી રહે. શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી શિરીષ પંચાલ અને અન્ય વિવેચકોએ આ પુસ્તકને બિરદાવ્યું છે.
Reviews
There are no reviews yet.