માનવીય સંબંધની સચ્ચાઈ વ્યક્ત કરવા માટે વાર્તા એક સબળ માધ્યમ છે એવા ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સર્જક રઘુવીર ચૌધરીનો સૂર ‘બહાર કોઈ છે’ની બધી જ વાર્તાઓમાં સંભળાય છે.
ભાઈ-ભાભી અકસ્માતમાં મૃત્યુ પામતા ભત્રીજા કુમારને વસંત કર્વે પોતાની સાથે રાખે છે અને જીવનનો નવો અર્થ પામે છે. એની પત્ની ગતિ પણ પોતાનાં સમય-શક્તિ કુમારને આપે છે છતાં કુમારને જેટલી માયા આયાની છે તેટલી કાકા-કાકીની નથી. કેમ નથી એ જાણવા ‘વિચ્છેદ’ વાર્તા વાંચવી જ રહી. આ સંગ્રહની ધોધ, પોટકું, સાંકળ, વિભાજન આદિ વાર્તાઓમાં પણ માનવીય સંવેદનાનાં અનેક રૂપ જોવા મળે છે.
Reviews
There are no reviews yet.