rangdwar.com

મુદ્દાની વાત

112.00

Category:

Auther Name : રઘુવીર ચૌધરી

Published Year: 1999

આ પુસ્તકમાં ચોસઠ નિબંધોમાં કોઈને કોઈ મુદ્દા પર લેખકે ભાર મૂક્યો છે આથી તે આ સંગ્રહને વિચારયાત્રાનાં પગલાં તરીકે ઓળખાવે છે. પ્રસંગ, પરિસ્થિતિ, પાત્ર દ્વારા રજૂ થતો મુદ્દો રસપ્રદ બને એની કાળજી લેખકે લીધી છે. અહીં વાંચવા મળતાં દૃષ્ટાંતો અને અવતરણો પણ ઝબકારો કરી જશે.

પુસ્તકમાં ઠેર ઠેર વેરાયેલાં રત્ન સમ મુદ્દાઓ પાત્ર, પ્રસંગ અને પરિસ્થિતિ સાથે વણાતાં લઘુલેખનું રૂપ છે, જેમ કે

બાઈબલ વાંચતાં શ્રી કૃષ્ણની અનાસક્તિ અને બુદ્ધની કરુણાનો અનુભવ થાય છે.

કંટાળો દૂર કરવાના ઉપાયો : કરુણ-ભવ્ય કૃતિઓનું વાંચન, પ્રાકૃતિક સૌંદર્યનાં સ્થળોએ આવજા અને પોતાની ઉમ્મરના મિત્રોની શોધ

આપણી લોકકળાઓ વિરલ હશે તોપણ આર્થિક આધાર વિના ટકી નહીં શકે.

આવા ચોસઠ લઘુલેખોનો સંચય તે ‘મુદ્દાની વાત`. લઘુલેખોને અનુભવ, નિરીક્ષણ અને વાચનનો આધાર મળતાં કોઈ પણ વાચકને વિચાર કરવા પ્રેરે તે રીતે રજૂ થયા છે. લેખક નોંધે છે કે ગુજરાતી વાચક વિચારથી કંટાળતો નથી, એની કદર કરે છે એ દેશભરમાં જાણીતી વાત છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “મુદ્દાની વાત”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart