શ્રી રમેશ ર. દવે લખે છે, એક કાળે કવિ ઉમાશંકરને અત્ર-તત્ર-સર્વત્ર જેમ નાટક દેખાતું એ જ રીતે કદાચ રઘુવીરને સઘળેથી વાર્તા જડી આવે છે. વાર્તાઓના વિષય વસ્તુ અને દેશકાળ – પરિવેશ સંબંધે અહીં વાચકને ઉત્તર ગુજરાતથી અમેરિકા વાયા અમદાવાદ – મુંબઈનું વિસ્તૃત પટ ધરાવતો નકશો સાંપડશે.
‘જીવાજી ઠોકારની પાડી’માં લાલા પટેલે મફત બાંધવા આપેલી પાડી પણ ઘાસચારાના અભાવે જીવો – વજી એમને પાછી આપી દે છે. નાનકડી દિકરી સોનિયા રજકાના બેત્રણ છોડ લઈ પટેલને ત્યાં પહોંચી જાય છે પણ પાડી તો ખાવાને બદલે સોનિયાના પગ ચાટે છે. બીજી બાજુ વજી આંસુભરી આંખે સોનિયાને શોધતી પટેલને ત્યાં આવી પહોંચે છે. સોનિયા અને પાડીનું એકમેક પ્રત્યેનું વ્હાલ જોઈ, વ્હાલના એ વહેણમાં પટલાણીએ જાણ અજાણ તણાય છે અને હસતા મોંએ પાડીની સાંકળ સોનિયાને પકડાવતાં વજીને કહે છે, ‘લઈ જા.’ ઘાસચારા માટેનું ધિરાણ હું અપાવીશ.
વાનપ્રસ્થ વિશે શ્રી સુમન શાહ નોંધે છે સાઠ આસપાસનાને વનવાસી થવાનો વિચાર સુઝે અને યોજના અમલમાં મૂકે એ આખો ઉપક્રમ જ નવીન અને આકર્ષક ગણાય.
વાનપ્રસ્થાશ્રમની કથાનાયક સુબંધુની વ્યાખ્યા જરા જુદી છે. પર્યાવરણનું સંતુલન જરા જળવાય એ રીતે એ સ્થળને હર્યુ ભર્યું કરવા ઇચ્છે છે. પશુપંખી તેમ જ મનુષ્ય માટે કંઇક કરી છૂટવામાં વાનપ્રસ્થ હોવાનો સાર જુએ છે. સુબંધુ – શક્તિની ભાષા બોલતા પુત્ર સચિન અને પુત્રવધૂ શૈલજાને લઈને વાર્તા આગળ વધે છે. સ્પષ્ટ વકતા સાળી રેવતી શહેરની સુખસગવડો ત્યજી વગડામાં વસનાર બહેન-બનેવીને શિખામણના બે શબ્દો કહે છે અને તેના પતિ રજનીકાંત ‘સેઝ’ની તરફેણ કરે છે. પણ અંતે એમનીય મનોદશા બદલાય છે. વાનપ્રસ્થની વધતી જતી મુલાકાત દરમ્યાન યોજાતું મિલન એમને માટે ફળદાયી નીવડે છે. અને સુબંધુ – શક્તિ પણ વાનપ્રસ્થને સંજીવની પ્રકલ્પને યોગ્ય બનાવવામાં સફળ થાય છે. અન્ય વાર્તાઓ પણ ફરી ફરી વાંચવી ગમે તેવી છે.
Reviews
There are no reviews yet.