આજકાલ ચોમેર ફુલીફાલી રહેલી ટેલિવિઝન-સંસ્કૃતિથી દરેક દેશની આગલી પેઢી ભારે નારાજ છે. તેને લાગે છે કે આ માધ્યમ આપણા વર્ષો જૂના સંસ્કાર અને સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખશે. પરંતુ ડેવિડ ફૉસ્ટર વેલેસ જેવો લેખક કહે છે કે ૧૯૭૦ પછી જન્મેલી પેઢી માટે તો ટેલિવિઝન તેમના રોજિંદા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે.
ફૉસ્ટરના મતે ટેલિવિઝન આજે આપણી આંખ, કાન અને દિમાગ બની ગયું છે. હવે તે આપણા વિવેક અને સમજણ ઉપર પૂરી તાકાતથી ચડી ન બેસે એનું ધ્યાન રાખી એને દૂર કરવા કરતાં સાથે રાખીને જ સુંદર-સ્વસ્થ જીવન કઈ રીતે જીવી શકાય તે આપણે જાતે શોધી કાઢવી પડશે. લેખક ભરત દવે એ જાણીતા ટીવી પ્રોડ્યુસર તેમ જ નાટકના વિખ્યાત દિગ્દર્શક છે.
Reviews
There are no reviews yet.