આ લઘુનવલનું વસ્તુ ૧૯૩૩માં ગાંધીજીના સંપર્કમાં આવેલી એક અમેરિકન યુવતીના જીવન પરથી કલ્પેલું છે. થોડી વિગતો “મહાદેવભાઈની ડાયરી” માંથી મળે છે. ગાંધીજીના સંપર્કમાં આવેલી વિદેશી યુવતી નીલા નાગિનીના ચરિત્ર ઉપર આધારિત, ભારતીયતાનો ખ્યાલ રજૂ કરતી ભારતીય જ્ઞાનપીઠ વિજેતા લેખકની યશસ્વી કૃતિ.
આ યુવતીનું ભારતીય નામ નીલા નાગિની હતું. ભારતીય સંસ્કૃતિના અભ્યાસની સાથે હરિજન-પ્રવૃત્તિમાં સક્રિય હોવાને લીધે નીલાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. પરંતુ પાછળથી એના ખાનગી જીવનના સ્વૈરવિહાર વિશે કંઈક વાતો સાંભળી ગાંધીજીએ એને પૂના બોલાવી હતી. એમણે પોતે સાંભળેલી વાતોનું સત્ય નીલા પાસે કબૂલ કરાવ્યું અને ભૂતકાળના જીવન માટે પ્રાયશ્ચિત્ત કરી નવું પ્રસ્થાન કરવાનો એની પાસે સંકલ્પ કરાવ્યો, તેમજ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમમાં તેને મોકલી આપી.
ઉત્તમ કથાવસ્તુની ઉત્તમ રજૂઆત ‘વેણુ વત્સલા’ રૂપે આપની સમક્ષ છે.
Reviews
There are no reviews yet.