શ્રી અનુપમ બુચ કહે છે મારી સાથે સોશિયલ મીડિયાના ડિજીટલ ઓટલે પલાંઠી મારીને ગોષ્ઠિ કરતા મિત્રોની પ્રેરણાથી મારી કલમ ચાલી. મિત્રો સાથે ખુલ્લા દિલે મારેલા ગામગપાટા હું શબ્દોમાં મઠારતો ગયો અને સર્જાયું ‘તણખા વિનાનું તાપણું’.
અહીં ગુજરાતી સમાજની ઓળખ, સભ્યતા, અને સંસ્કૃતિ વિશેના લેખો હળવી શૈલીમાં લખાયા છે, જે પ્રત્યેક વાચકનું મન મોહી લે છે. એકાદ – બે ઉદાહરણ જોઈએ.
વાળમાં તેલ કે કોરા વાળના ખેલ ? – અમે સભાન હતા કે તેલ નાખી સેંથી પાડેલા ભાઈઓ ‘બબુચક’ કહેવાતા અને તેલ નાખી બે ચોટલા વાળેલ છોકરીઓ ‘મણિબહેન’ કહેવાતી. શનિ-રવિ કોરા વાળ અમને બહુ ગમતા. દોડીએ તો ઉડતા.
ઝભલાં ગયાં થેલી આવી – આખરે પ્લાસ્ટિકની ઝભલાં થેલી ગઈ સમજો. અરેરે, ઝભલાં થેલી વિના આપણા હાથ અડવા લાગશે નહીં ? હસતે મોંઢે ઝભલાં થેલી હાથમાં ઝુલાવતા યુવાવર્ગને સુતરાઉ થેલી પકડવાની શરમ આવશે નહીં ?
Reviews
There are no reviews yet.