ઇતિહાસ, પુરાણ, પ્રશિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્યમાંથી સુલભ થયેલા માર્મિક કથાબીજની અહીં માવજત થઈ છે. વારસાને આજના સંદર્ભમાં આત્મસાત કરવાનો અભિગમ આ કથાઓની ખાસિયત છે. જેસલ કલાવતીની કથા, મહારાજ ભગીરથનો પ્રશ્ન, મહા જનકનું તૂટેલું બાણ, વિરહિણી ગણિકા જેવી રચનાઓનું એક લક્ષણ પ્રાસાદિકતા પણ છે. સૂત સોમ અને માનવભક્ષી રાજાની કથા બોદ્ધ સાહિત્યમાં તેમ જ ગણિકા કોશાની કથા જૈન સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે. કલાકૃતિ આસ્વાદ્ય હોય તેની સાથે સહૃદયની સ્મૃતિમાં જીવન વિશે વિધાયક ભાવ મૂકી જાય એવાં કથાનકો પ્રત્યે લેખકને પક્ષપાત છે. તેનાં પુરાવા અહીં જોવા મળે છે.
Reviews
There are no reviews yet.