“ડાળીને જેમ પાન ફૂટે એમ હું વાર્તા લખું છું. પાન ફૂટવા માટે ડાળી હોવી જરૂરી છે એમ ભીતર કંઈક એવું છે જેના સળવળાટે હું વાર્તા લખું છું” એવું કહેતા સિદ્ધહસ્ત વૈદ્ય કંદર્પ દેસાઈનો અનોખો વાર્તાસંગ્રહ છે ‘સાદ ભીતરનો’.
‘નિશાંત’ વાર્તામાં સંબંધે માસીનો દીકરો એવો મોટો ભાઈ સાત વર્ષના નાના ભાઈનું વારંવાર જાતીય શોષણ કરે છે ત્યારે ‘કુટુંબ’ની વ્યાખ્યામાં જાણે મોટું કાણું પડે છે… ‘કઈ હશે એ ક્ષણ’માં બારમા ધોરણમાં ભણતો પુત્ર મરણનોંધમાં ‘સૉરી’ લખીને આપઘાત કરે છે ત્યારે માતાપિતા સાથેના એના સંબંધો વિશે આપોઆપ સવાલ ઊઠે…
આ જ સંગ્રહની બીજી વાર્તાઓ જેવી કે ‘સમય-ખાલી, ખેંચાયેલા, ખીલેલો’ કે ‘બાકી રહેલી અડધી સાંજ’ જીવનને વિધાયક દૃષ્ટિએ જોવા પ્રેરે અને કશુંક સ-રસ વાંચવાનો સંતર્પક અનુભવ પણ કરાવે છે.
Reviews
There are no reviews yet.