સંવેદન અને કથ્યનો અદ્ભુત સમન્વય ‘રણદ્વીપ’ની વાર્તાઓમાં સધાયો છે પરિણામે સહૃદય વાચકોને સરળતાથી-સહજતાથી આકર્ષે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને. ‘રણદ્વીપ’ની વાર્તાઓનાં પાત્રો જુદા જુદા પરિવેશમાંથી આવે છે પણ સ્નેહ અને સચ્ચાઈ, દૃઢતા અને મૂલ્યનિષ્ઠા એ એમનો વિશેષ છે. ‘ચારુબાની ચિંતાનું નિવારણ’ના ચારુબા પૌત્ર પરમ પ્રત્યે અપાર હેત વરસાવે પણ એ હેત, એ વાત્સલ્ય પરમને પરદેશ જતાં રોકે નહીં… ‘મનોજ અને મંજરી’નો મનોજ અતિવૃષ્ટિનો ભોગ બનેલા લોકોને જોવા કેવળ જિજ્ઞાસાથી મંજરી સાથે જોડાયેલો પણ જીવન આપનાર જળે જે રીતે જીવન હરી લીધું હતું એ જોતાં ત્યાં જ રહી જવાની તૈયારી દર્શાવે છે. નાના-મોટા સહુને વાંચવી ગમે તેવી સિદ્ધહસ્ત લેખક તથા ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરીની વાર્તાઓ.
Reviews
There are no reviews yet.