આ વાર્તાસંગ્રહમાં “વલોણાં અને ઘંટીનો સંમિશ્ર અવાજ”, “કૂવાની બાજુમાં મેથી ભેગો વાવેલો રાજગરો”, “કેડે બાંધેલાં નરઘાં વગાડનાર” એમ કોઈને કોઈ સ્વરૂપે ગામડું ડોકાઈ જાય છે. વળી વાર્તાના નાયકો વસે શહેરમાં પણ મન એમનું મન રહે ગામડે.
ભારતીય જ્ઞાનપીઠ વિજેતા વાર્તાકાર રઘુવીરે કેટલાક નાયકો વિચારક, પંડિત કે ધૂની નિરૂપ્યાં ને છતાં લાગણીશીલ તો ખરાં જ. “અનુબંધ” વાર્તાની નાયિકા કાનન પ્રૉફેસર અરુણાભને ચાહે છે પણ પ્રૉફેસર તો અભ્યાસકાર્યમાં જ સતત મગ્ન રહે છે. ઉદાસીન રહેતી કાનન એક રાત્રે તળાવ કિનારે આપઘાત કરવા જાય છે, ત્યારે પ્રૉફેસર તેને પકડી પાડે છે અને ત્યાં જ બંનેના લાગણીના કાયમી અનુબંધો સધાય છે.
એક વાર વાંચીએ તો ફરી ફરી વાંચવાનું મન થાય એવી નવલિકાઓનો સંચય એટલે આકસ્મિક સ્પર્શ.
Reviews
There are no reviews yet.