ચૌદ વર્ષે અભિમન્યુ આચાર્યની પહેલી વાર્તા છપાઈ અને ચોવીસ વર્ષે એણે એક આખ્ખો વાર્તાસંગ્રહ આપ્યો, તેય પ્રયોગશીલ વાર્તાઓનો – “પડછાયાઓ વચ્ચે”. કેટલાંક ઉદાહરણો જોઈએ.
“આમ મજા નથી આવતી ને ? ચલ ફરી પાછા નાના થઈ જઈએ…” સુરેશભાઈ બોલ્યા અને આજુબાજૂનું દૃશ્ય બદલાઈ ગયું… બગીચો ગુમ થઈ ગયો અને એની જગ્યાએ ગામડું આવી ગયું. સુરેશભાઈ અને વૃદ્ધાની ઉંમર સત્તર વર્ષની થઈ ગઈ. વાળ કાળા થઈ ગયા. (સોનેરી રંગનાં સસલાં)
એ ત્યાં બેસે છે અને થોડી વારમાં બૉલીવૂડની ટોચની હિરોઈન કરીના કપૂર ત્યાં આવીને, તેની બાજુમાં બેસી જાય છે. (હિરોઈન)
સહૃદય ભાવકો અને સમકાલીન સર્જકોએ આ સંગ્રહને ઉત્સાહભેર આવકાર્યો છે. આશા છે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એ ગમશે જ
Reviews
There are no reviews yet.