‘ગેરસમજ’માં વાર્તાકાર રઘુવીરે ચીલાચાલુ નવલિકાની પ્રણાલીથી જુદા પડીને માનસશાસ્ત્રીય વાર્તા તરફની પોતાની વૃત્તિ પ્રગટ કરી છે. ‘યાદ કરેલો એક પ્રસંગ’, ‘પક્ષ-ઘાત’, ‘મુશ્કેલ’, ‘ગેરસમજ’ આદિ વાર્તાઓમાં ‘ગેરસમજ’નું તત્ત્વ કેન્દ્રમાં રહીને જાણે કે પાત્રો અને પરિસ્થિતિઓને ઘટે છે એ જોતાં લેખકને દાદ આપ્યા વિના રહી ન શકાય…
‘મુશ્કેલ’ વાર્તામાં બે મિત્રો એક પુરુષ અને એક સ્ત્રી ટ્રેનમાં સહપ્રવાસી બને છે જેમનાં ક્યારેક એકમેક સાથે લગ્ન થવાનાં હતાં. પુરુષના નકારને કારણે એ લગ્ન અટકી ગયેલા.
ટ્રેનમાં રાત્રે બંને વચ્ચેનો વાર્તાલાપ જીવનમાં મૈત્રી, પ્રેમ, સૂક્ષ્મપ્રેમ વિશેનો – સહજપણે ચાલે છે અને બંનેના નિરાળા વ્યક્તિત્વને પ્રગટ કરે છે. (બંને વચ્ચેની ગેરસમજ દૂર થઈ ગઈ કે શું ?) વાર્તાના અંતે ઊગતો સૂરજ એમના સંબંધને ફરી અજવાળે છે.
અહીં પ્રત્યેક વાર્તાનું કથાનક આગવું અને એની રજૂઆતની શૈલી પણ આગવી છે.
Reviews
There are no reviews yet.