શ્રી હરિકૃષ્ણ પાઠક સ્વૈરકથામાં જેમનો ઉલ્લેખ છે એ પ્રત્યેક વ્યક્તિના લક્ષણો નોંધતાં નોંધતાં હળવી રીતે એની ખાસિયતો ઉપસાવીને વાતને આગળ વધારે છે. એમનાં નર્મ મર્મ – વ્યંગ – કટાક્ષ ધ્યાન ખેંચે છે.
લેખક જણાવે છે કે “એવું નામ – શીર્ષક કેમ સૂઝ્યું તેની વાત કરું તો સ્વૈરવિહારના નિબંધો મારા સ્મૃતિકોશમાં સચવાયેલા પડ્યા હતા તેથી કદાચ આમ થયું. મારો પ્રધાન રસ માણસમાં, તેમાંયે તેના વૈચિત્ર્યો, વિલક્ષણતાઓ, ત્રુટિઓને વિશેષતાઓમાં વધુ રસ પડે અને એ અઢળક ખજાનો ખુલ્લો થવા માંડ્યો કે પાત્રો સાથે પ્રસંગો અને પ્રસંગોમાંથી પાત્રો પ્રગટવા માંડ્યાં. મને કશું વર્જ્ય ન હતું તેથી અડારે વરણ અને તેર તાંસળો સમાજ ખીલતો – ખૂલતો મળી ગયો.”
Reviews
There are no reviews yet.