‘ગેટ ટુગેધર’ એ યુવા વાર્તાકાર સાગર શાહનો પ્રથમ વાર્તા સંગ્રહ છે. આ વાર્તાઓ વાચકોને યુવાનોના મનોજગતમાં વિહરવાનું કરાવે છે. તેમની ઝંખના, આકાંક્ષા, સંબંધોમાં નિષ્ફળતા, પ્રેમના ગૂંચવાડા, દિશાની શોધ – આ બધું સંગ્રહમાં સુપેરે વ્યક્ત થયું છે. શહેરી બોલચાલનો લહેકો અને આગવી કથનશૈલી લેખકનું જમાપાસું છે. ‘ગેટ ટુગેધર’, ‘તસતસતું ચુંબન’, ‘કાન્ટ સે’… આદિ વાર્તાઓ ધ્યાન ખેંચે છે. કૈંક નવું વાંચવાની ઈચ્છા હોય તેણે આ સંગ્રહ એક વાર તો વાંચવો જ રહ્યો.
Reviews
There are no reviews yet.