શ્રી પ્રહલાદભાઈ પટેલ વિજ્ઞાન વિશે ગુજરાતામાં લખતા એક અગ્રણી સાહિત્યકાર છે. ડૉ. પી. સી. વૈદ્યની પરેપરા એમણે આગળ વધારી છે. વિજ્ઞાનની જાણકારી અને જીવન ચરિત્ર આલેખવાની ક્ષમતાને કારણે ‘ભારતના ભૌતિક વિજ્ઞાનીઓ’ પુસ્તક યશસ્વી નીવડ્યું છે. વિદ્યાર્થીઓ માટે એ ઉપકારક શૈક્ષણિક સામગ્રી છે.
આજે વિજ્ઞાનનો વિકાસ ત્વરિત ગતિએ થઈ રહ્યો છે. ગઈ કાલનું વિજ્ઞાન આજે ટેકનોલૉજીનું અને આજની ટેકનોલૉજી આવતી કાલે ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરે છે. આ ક્રમ પરંપરાથી ‘ટેકનોલૉજીકલ સામ્રાજ્યવાદ’ આવી રહ્યો છે, જેના પાયામાં ભૌતિકવિજ્ઞાન છે. આથી ભૌતિકવિજ્ઞાનનું શિક્ષણ અને સંશોધન મહત્ત્વનાં બને છે.
ભૌતિકવિજ્ઞાનના શિક્ષણને અસરકારક બનાવવા કેટલીક પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. ઐતિહાસિક ભૂમિકા સાથે આ વિજ્ઞાન શીખવવું તે એમાંની એક છે. આ પુસ્તક એને જ અનુસરે છે.
ત્રેવીસ જેટલા ભૌતિકવિજ્ઞાનીઓના જીવનચરિત્રો આલેખતું આ પુસ્તક અનોખું છે કેમ કે ગુજરાતીમાં આ પ્રકારનાં પુસ્તકો ઓછાં જોવા મળે છે. ભૌતિકવિજ્ઞાન જેમનો વિષય નથી એવા પાઠકો પણ આ પુસ્તકમાં આલેખાયેલાં વિજ્ઞાનીઓનાં ચરિત્રો વાંચવાનો આનંદ લઈ શકે છે કેમ કે લેખક પાસે જીવનચરિત્ર આલેખવાની કળા છે અને સાથે જ છે વિજ્ઞાનીઓના પ્રદાનની અધિકૃત સમજણ.
આપણા કિશોરો – યુવાનોને પ્રેરણા આપે તેવું પુસ્તક એટલે ‘ભારતના ભૌતિક વિજ્ઞાનીઓ’.
Reviews
There are no reviews yet.