ઈ.સ. ૨૦૧૦માં દિવ્યાશાબહેને દિવ્ય ભાસ્કરની ‘મધુરિમા’ પૂર્તિમાં નારીવિષયક લેખો લખવાનું શરૂ કર્યું અને જન્મ થયો ‘આજની નારીનો’. દિવ્યાશાબહેન કહે છે કે, નારી તરીકે નારીજગતનો જુદી રીતે અનુભવ થતો હતો, પણ એને વ્યક્ત કરવા ફલક સાંપડ્યું. જગતભરની નારીઓના જીવન અને સંઘર્ષથી પરિચિત થઈ ગઈ. વળી વાંચતી ગઈ અને પછી લખાઈ ‘આજની નારી.’
અહીં સાહિત્ય, રાજકારણ, રમતગમત, ફિલ્મ કે વાઇલ્ડ લાઇફ જેવા ક્ષેત્રે અગવડો વેઠીને વિકસેલી નારીઓ વિશે રસપ્રદ માહિતી મળે છે.
પૃષ્ઠ સંખ્યા ૨૮૮ અને કિંમત છે રૂ. 250. પણ ખરેખર તો આ પુસ્તક અમૂલ્ય ગણી શકાય. પછી એનો વાચક સ્ત્રી હોય કે પુરુષ!
Reviews
There are no reviews yet.