ગોકુળ – મથુરા – દ્વારકા ભારતીય કક્ષાએ આવકાર પામેલી લેખકની યશસ્વી નવલકથા છે. હિન્દીમાં પણ એની અનેક આવૃત્તિઓ થઈ છે. પેપરબેક આવૃત્તિ પણ સુલભ છે.
‘શ્રીકૃષ્ણ અને રાધા આટલામાં જ ક્યાંક હશે, આ વૃંદાવન છે.’ – આ વાક્યથી ગોકુળનો આરંભ થાય છે. એના અંતે મથુરા જવા કૃષ્ણ – બલરામ સહુની વિદાય લે છે.
આ કથાત્રયી વિશે શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ લેખકને લખે છે :
“લોકહૃદય પર અનન્ય પ્રભુત્વ ભોગવનાર શ્રીકૃષ્ણનું એક પૂર્ણપુરુષનું ત્રણ ભાગમાં આલેખન કરવા ઉદ્યુક્ત થયા તેને હું સારું ચોઘડિયું ગણું છું.
‘ગોકુળ’ એ પૂર્ણપુરુષનું આનંદસ્વરૂપ પ્રગટાવનારું બન્યું હતું. તેનું તમે સારુ ચિત્રણ કર્યું છે.”
મહાભારત – શ્રીમદ્ભાગવતથી માંડીને અર્વાચીન કાળ સુધી શ્રીકૃષ્ણ વિશે કંઈ સર્જન થયું છે એનો સ્વાધ્યાય કરીને લેખક શ્રીકૃષ્ણનું પ્રતીતિજનક અને પ્રેરક ચરિત્ર આલેખ્યું છે.
‘ગોકુળ’ના કૃષ્ણ લોકનાયક છે.
ગોકુળ – મથુરા – દ્વારકા ભારતીય કક્ષાએ આવકાર પામેલી લેખકની યશસ્વી નવલકથા છે. હિન્દીમાં પણ એની અનેક આવૃત્તિઓ થઈ છે. પેપરબેક આવૃત્તિ પણ સુલભ છે.
‘મથુરા’ના આરંભે શ્રીકૃષ્ણ – બલરામને લઈને અક્રૂરનો રથ આગળ વધે છે. સાથે ગોવાળિયા છે. મથુરાના અંતે શ્રીકૃષ્ણ – રુકિમણીનું મિલન થાય છે.
આ કથામાં શ્રીકૃષ્ણ – બલરામે મથુરામાં રહીને પ્રજાના કલ્યાણ માટે કરેલા સંઘર્ષનું નિરૂપણ છે. સાથે સાથે એમનો વિકાસ પણ આલેખાયો છે. અર્જુન જેવાં પાત્રો અહીં ઉમેરાય છે.
‘મથુરા’ના કૃષ્ણ યુગપુરુષ છે. એમના નેતૃત્વમાં ભારતવર્ષ સંજીવની પામે છે. શ્રીકૃષ્ણનું અહીં આલેખન પામેલું ચરિત્ર નવી પેઢી માટે પ્રેરણારૂપ બન્યું છે.
શ્રીકૃષ્ણ – રુકિમણી – વરકન્યાના સામૈયાથી ‘દ્વારકા’નો આરંભ થાય છે. શ્રીકૃષ્ણની વિદાય સાથે આ ખંડનું સમાપન થાય છે.
‘પવન પ્રકાશી રહ્યો છે, પ્રકાશ ગાય છે.’
દ્વારકાના કથાનકમાં કુરુક્ષેત્રના યુદ્ધ અને તે પછીની ઘટનાઓનો સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ જે અનાસક્તિથી જીવ્યા એનો સંદેશ એમણે ગીતા દ્વારા આપ્યો છે. સુદામાના આશ્રમમાં એ તત્ત્વજ્ઞાન અને સંગીત શીખવવા જાય છે. તેથી લેખક કહે છે :
”દ્વારકા”ના કૃષ્ણ યોગેશ્વર છે.
શ્રીકૃષ્ણ વિશેના સર્જનાત્મક સાહિત્ય અને સંશોધનનું સારતત્ત્વ પણ અહીં વાચકને સુલભ થશે. લેખકે લેખન પૂર્વ સ્થળના અનેક પ્રવાસ કરેલા છે.
હિન્દીમાં પણ આ કથાત્રયીની અનેક આવૃત્તિઓ થઈ છે. ગુજરાતીમાં એનો સ્વાધ્યાય સતત ચાલતો રહ્યો છે. અહીં રાજસભા જેટલું જ ગુરુકુળનું ગૌરવ થયું છે.
નવી પેઢી માટે શ્રીકૃષ્ણનું પ્રેરણાદાયી ચરિત્ર ગીતાના દર્શનનું પ્રત્યક્ષ દૃષ્ટાંત પણ બને છે. આ કથા વાંચતાં સહુને પ્રતીતિ થાય છે કે શ્રીકૃષ્ણ થઈ ગયા છે અને એમની ચેતના પ્રજાની સહિયારી સ્મૃતિમાં વિહરે છે.
Reviews
There are no reviews yet.