એકમેકથી કંટાળેલાં – થાકેલાં અને સામેથી પહેલ થાય તો અલગ વસવા તૈયાર થયેલાં કેવલ અને નયનતારા વચ્ચે નયનતારાના વિદેશપ્રવાસથી સરજાયેલો અંતરાલ બંનેને આત્મપરીક્ષણની તક પૂરી પાડે છે. દાદા સાથે વતનમાં વસતો પુત્ર નંદ પણ અનાયસ જ બંને વચ્ચે સેતુરૂપ બને છે.
જેને બંને પક્ષ પૂર્ણવિરામ ગણતા હતા એ કેવળ વિરામ જ હતો એવી પ્રતીતિ સાથે નગરજીવનની પ્રદૂષિત સભ્યતાથી દૂર કેવલના ફાર્મહાઉસમાં સધાતું નાયક – નાયિકાનું પુનઃર્મિલન સ્પૃહણીય છે.
– શ્રી રમેશ ર. દવે
પાત્રોના નિરૂપણમાં વૈચારિક તાજગી પણ નવલકથાને રસપ્રદ બનાવે છે.
Reviews
There are no reviews yet.