લેખક જણાવે છે નામ ‘સહારાની ભવ્યતા’ એવું આપ્યું એ જ્યંતિ દલાલ વિશે વાંચતાં સ્પષ્ટ થશે. ‘સહરા માત્ર ભૂગોળમાં જ નહિ, દરેક માનવીને હૈયે છે.’ એમ કબૂવીને કવિ ઉમાશંકરે કહેલું છે કે માણસોનાં હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી. એ ભવ્યતા લેખકને જ્યંતિ દલાલમાં દેખાયેલી. સુખલાલજી જેવામાં સાગરની ભવ્યતા પણ જોઈ શકાય. પણ કહે છે કે અત્યારે કેટલાંક રણ છે ત્યાં પહેલાં સાગર હતા. જ્યાં વિશ્વ સમગ્રની છાયા-છબિ ઝિલાય એ સહરાને લેખક ભવ્ય કહે છે.
ગુજરાત સાહિત્ય અકાદમીએ એની શિષ્ટ વાચન શ્રેણીમાં આ પુસ્તકની એક આવૃત્તિ કરેલી. એના કેટલાક ચરિત્રલેખો અન્ય ભાષાઓમાં અનુવાદ પામ્યા છે તો કેટલાક પાઠ્યપુસ્તકોમાં. સહૃદય તરીકે જેમને અવારનવાર વાંચતાં કે મળતાં હોઇએ એવા સર્જકોની વિશિષ્ટતાઓ આ રેખાચિત્રોમાં સુપેરે આલેખાઈ છે, જેમ કે :
“પ્રેમ પક્ષપાતી બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકરે સતત કાળજી રાખતા લાગે.”
“દર્શકના જીવનનો ત્રીસ ટકા અંશ જ સાહિત્ય સાથે સંકળાયેલો છે. સિત્તેર ટકા જેટલા એ પ્રજાપુરુષ છે.”
“કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ ઉજવે એટલી સ્વાભાવિકતાથી પન્નાલાલે પોતાની ષષ્ટિ ઊજવી હતી.”
તમામ વયજૂથના વાચકોને આકર્ષે અને વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી નીવડે તેવું પુસ્તક એટલે ‘સહરાની ભવ્યતા’.
Reviews
There are no reviews yet.