હિન્દી, ઉર્દૂ, ઓડિયા, બંગાળી, જાપાની દેશ-વિદેશની અનેકવિધ વાર્તાઓ રસપૂર્વક વાંચીને એટલા જ રસથી અનુવાદિકા દક્ષા પટેલે મનની મોજે ગુજરાતીમાં ઉતારી છે.
પહેલી જ વાર્તા જોઈએ – અનવર કમરની ઉર્દૂ વાર્તા સજા-એ-મૌત. અંગ્રેજોના જમાનાની વાત. ગરીબ આદિવાસી પરમાને ફાંસીની સજા થઈ. અંતિમ ઇચ્છા પૂછાઈ. પરમો હાથ પહોળા કરીને કહે બહુ બધા ભાત અને ડોલ ભરીને ગરમાગરમ દાળ ખાવા આપો. ફાંસી ટાંકણે બધું આવ્યું તો કહે, હવે મારી નાની-મોટી જણસ અને આ દાળભાત અહીં આવેલ મારી પત્ની, દીકરી, ભાઈને આપી દો જેથી એ લોકો પેટ ભરીને ખાય ! ભૂખનું કેવું વરવું અને કારમું ચિત્ર ! માનવ સંવેદનની બારીક ગૂંથણી કરતી અને આપણા ચિત્તને ઝંકૃત કરતી વિવિધ ભાષાઓની સોળ શ્રેષ્ઠ વાર્તાઓનો સંચય એટલે ‘વણજોયું મુહૂર્ત’.
Reviews
There are no reviews yet.