ભારતીય જ્ઞાનપીઠ વિજેતા શ્રી રઘુવીર ચૌધરીની નવલકથા ‘ઇચ્છાવર’માં પરંપરાગત નવલકથાના વસ્તુઉઘાડને બદલે જુદી જ રીતે કથાનું પોત બંધાયું છે. સંબંધોની ઊભી થયેલી માયાજાળમાં મંગળ, તીકમ, પૂનમ, રામભાઈ કે શું ગોસાંઈજી – દરેકની ક્રિયા – પ્રતિક્રિયા દરમ્યાન પાત્રગત અસલિયત ઉપસાવવામાં જળવાયેલી ભાષાનિર્માણની ચુસ્તતા આ કૃતિનું જમાપાસું છે.
કથાની અનોખી પાત્રસૃષ્ટિની સમાન્તરે જ મંદિરમાં વધતી જતી તિરાડ અને ગામમાં સંધાતી જતી તિરાડ વિલક્ષણ બની આપમેળે ઉપસી આવે છે. ખેડૂતોનાં આંતરિક વલણો અને ખેતમજૂરોના અંતરમાં ઉદ્ભવતી લાગણીઓ વચ્ચે જળવાતો સુમેળનો તંતુ વાચકને કથા સાથે જકડી રાખે છે. આ કૃતિમાં ગ્રામપ્રદેશનો રંગ છે, પરંતુ એની રગોમાં આધ્યાત્મિકતાનો જે ધબકાર છે તે આ કૃતિને વિશિષ્ટ બનાવે છે.
શ્રી ધીરેન્દ્ર મહેતા કહે છે કે, કૃતિના અવયવે અવયવમાં ગ્રામપ્રદેશનો રંગ છે, પરંતુ એની રગોમાં આધ્યાત્મિકતાનો જે ધબકાર છે તે આ કૃતિને વિશિષ્ટ બનાવે છે.
માનવીય ગૌરવની આ નવલકથાને સ્વ. હરીન્દ્રભાઈ દવે તથા સ્વ. મનુભાઈ પંચોળીએ ઉમળકાભેર આવકારી હતી.
Reviews
There are no reviews yet.