નિતવિકસિત નવલકથાકાર શ્રી રઘુવીર ચૌધરીની સાંપ્રત જનજીવનને આલેખતી નવલકથા તે વચલું ફળિયું. કારખાનાં વધી રહ્યાં છે, ખેડવાણ જમીન તેમ જ કુદરત ભેળાઈ રહી છે અને પર્યાવરણ માટે વિકટ પ્રશ્નો બની સમગ્ર સમાજ માટે ચિંતાજનક બની રહ્યાં છે. વધી રહેલા શહેરીકરણને પહોંચી વળવા પૈસા પાછળ જે આંધળી દોડ શરૂ થઈ તેણે બે નંબરી ધંધાને પ્રોત્સાહન આપ્યું. એમાં પડેલાં પાત્રો સામે ગાંધી આદર્શને વરેલાં પાત્રો અડચણરૂપ બને છે. આવાં પાત્રોનાં મોઢાં કોઈ પણ પ્રકારે બંધ કરાય છે અથવા તેમનું અપહરણ થાય છે. જો કે સાવ સાદી, સરળ કોઈ પણ જાતનો ભાર અનુભવ્યાં વિના કથા સુખાંતમાં પરિણમે છે, પરંતુ અહીં જે જમા પાસું છે, તે આ પાત્રો વચ્ચે જોવા મળતી સમજશક્તિની ઊંચાઈ છે.
વચલું ફળિયુંની રજૂઆત સૌથી પહેલાં દૂરદર્શન પર સિરીયલ સ્વરૂપે થઈ હતી. નવલકથારૂપે સૂરતના ‘ગુજરાતમિત્ર’માં છપાયેલી હતી.
ગુજરાતના કેટલાંક ગામડાંમાં મધ્યમવર્ગે સુખી થવા ટૂંકો પણ ખોટો રસ્તો અપનાવ્યો. દાણચોરી અને સત્તાલાલસા જેવાં અનિષ્ઠોના માર્ગે જતા લોકોને રોકવામાં ધર્મ કે સંપ્રદાય સફળ થશે ખરા અવો પ્રશ્ન લેખક અહીં પૂછે છે.
સમાજના તમામ ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે ચિદાંનદ, બાલુ, કલાબહેન-ભાનુભાઈ જેવાં કથાનાં પાત્રો પ્રયત્નશીલ છે. એમનો સહિયારો પ્રયાસ જ આવતી કાલના સમાજ માટે સધિયારો બની શકે.
શ્રી નરોત્તમ પલાણ કહે છે તેમ, નાના-મોટા સહુને વાંચવી ગમે તેવી અને પ્રેરણા આપે તેવી કૃતિ.
Reviews
There are no reviews yet.