શ્રી યુનુસ એમ. ચીતલવાલાનો પ્રસ્તુત ગ્રંથ ઐતિહાસિક મહત્ત્વનો તેમ જ રસપ્રદ છે. લખનઉના વહીવટીકર્તા મુત્સદી અને વિદ્વાન મિર્ઝા અબુ તાલેબ ખાને 1799-1803 દરમ્યાન જે ઉત્સાહથી ઇંગ્લેન્ડ, યુરોપ, તુર્કસ્તાન અને ઈરાનનો પ્રવાસ કર્યો તેનું સુરેખ અને રસપ્રદ વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તેમાંથી તે સમયની વિશ્વની ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ ઉપરાંત વિવિધ દેશોની પ્રજાઓના રીતરિવાજો પણ પ્રાપ્ત થાય છે.
સાહિત્ય, સમાજ અને ઇતિહાસ વચ્ચેના તાણાવાણા સાંધીને શ્રી ચીતલવાલાએ મિર્ઝા અબુ તાલેબ ખાનના પ્રવાસવર્ણનનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને પ્રવાસ-સાહિત્યનો વ્યાપ વધાર્યો છે. માત્ર ઇતિહાસના વિદ્વાનો જ નહીં પણ વિદ્યાર્થીઓને તથા દેશવિદેશમાં વસતા ગુજરાતીને પણ આ પુસ્તક વાંચવાનું ગમશે.
– મકરન્દ મહેતા
Reviews
There are no reviews yet.