બુદ્ધિ પર પ્રેમના વિજયની આ કથાએ શ્રી રઘુવીર ચૌધરીને નાની વયે ગુજરાતના ઉત્તમ સર્જકોમાં સ્થાન અપાવ્યું. ઉદયન, અનિકેત અને અમૃતા – એ ત્રણ પાત્રોની આસપાસ કથાવસ્તુ રચાયું છે. ત્રણે પાત્રો શિક્ષિત છે અને પરસ્પર લાગણીથી સંકળાયેલા છે.
અમૃતાના વિકાસમાં ઉદયને મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને લાંબા સાહચાર્ય દરમ્યાન અમૃતા પરત્વે પ્રેમની લાગણીનો અનુભવ થયો છે. સમય જતાં ઉદયને પોતાના મિત્ર અનિકેતનો પરિચય કરાવ્યો જે અમૃતાના હૃદયમાં વસી જાય છે. દરેક જણ સંજોગોની વિષમતામાંથી પસાર થતાં પોતાનો જીવનમાર્ગ શોધવા મથે છે. ‘અમૃતા’ની અનેક આવૃત્તિઓ થઈ છે અને અનેક પારિતોષિકોથી પોંખાઈ છે. ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ ભારતીય જ્ઞાનપીઠ શ્રી રઘુવીર ચૌધરીને એનાયત થયો છે. વાચકો અને વિવેચકોને આ કૃતિ સતત ગમતી રહી છે.
અસ્તિત્વવાદ અને ભારતીય દર્શનોમાં સૂચિત અનાસક્ત કર્મના સંઘર્ષની વિચારપ્રધાન નવલકથા.
રઘુવીર ચૌધરીની યશસ્વી અને ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ પ્રશિષ્ટ નવલકથા.
Reviews
There are no reviews yet.