‘ભૃગુલાંછન’ એ વિષ્ણુનાં સહસ્ત્રનામોમાંનું એક. મૂળ સંદર્ભ ભાગવતપુરાણમાં મળે છે. ભૃગુ પહેલાં શિવને મળવા ગયા પણ નંદીએ અંદર જ જવા ન દીધા. બ્રહ્મા પાસે ગયા તો બ્રહ્માએ ઉપેક્ષા કરી. બે દેવથી નારાજ થયેલા ભૃગુ વિષ્ણુ પાસે ગયા તો વિષ્ણુ ભરઉંઘમાં હતા. ભૃગુએ જોરથી વિષ્ણુની છાતી પર લાત લગાવી દીધી. વિષ્ણુએ જાગતાં જ કહ્યું, ‘આપના ચરણને ઇજા તો નથી થઈને ?` ભૃગુ પ્રસન્ન થયા અને વિષ્ણુને સર્વશ્રેષ્ઠ દેવ ઠરાવ્યા.
લેખકનો આ 63 લલિત નિબંધોનો સંગ્રહ જીવન અને જગતના સંકુલ અને શુભ તત્ત્વોને સ્પર્શે છે. કવિ સુન્દરમ્ એમની કવિતામાં પારકા, મેલા-ઘેલા બાળકની લાતમાં શિશુ વિષ્ણુલાંછન અનુભવે છે. અહીં સામાન્ય અને અસામાન્ય લઘુ અને વિરાટ પર્વનો મહિમા છે.
Reviews
There are no reviews yet.