આ પુસ્તકમાં ચુમ્માલીસ જેટલા નાના મોટા નિબંધોનો સંગ્રહ છે. પુસ્તકનું શીર્ષક સૂચવે છે તેમ વિવિધ ઋતુઓમાં યૌવન ધારણ કરતી પ્રકૃતિઓનો અહીં વિશેષ મહિમા છે. ગ્રામજીવન અને ખુલ્લી સીમ સાથેનો લેખકનો ગાઢ સંબંધ અહીં વારંવાર વ્યક્ત થયો છે.
“માતાને ઇશ્વરનાં દર્શન કૂખમાંથી જ થાય છે.”
“તીર્થને તીર્થ બનાવનાર તો લોકો છે, જેમનું ચાલવું અને ગાવું પ્રાર્થના બની રહે છે”
“સત્ય ઉત્તમ છે, સત્યનું આચરણ સર્વોત્તમ છે.”
“એકાન્તનું તપ તપ નથી. સંસારમાં લોકો દુઃખથી વ્યાકુળ છે. એમના દુઃખના ભાગીદાર બની કષ્ટ દૂર કરવા પ્રયત્ન કરવો એ જ વાસ્તવિક તપ છે.”
જેવી પ્રેરક ઉક્તિઓ અહીં અનેક નિબંધોમાં વાંચવા મળશે.
ઉજ્જયિનીના સાંદીપનિ આશ્રમમાં સત્સંગ માટેના સભાગૃહની સાથે વ્યવસ્થિત પુસ્તકાલય પણ છે જાણીને લેખકની સાથે સાથે વાચકને આનંદ થાય એ સ્વાભાવિક છે.
આશ્રમના નાનકડા મંદિરમાં શ્રીકૃષ્ણ-બલરામ સાથે સુદામાય વિરાજમાન હતા એમ નિબંધકાર નોંધે છે. હા, આ દેશની ઓળખ છે સુદામા, જેને જ્ઞાનની ઉપાસનાની લગની હતી. આ દેશમાં શ્રીકૃષ્ણ-સુદામાના સખ્યને પ્રજાને એક વિરલ સધિયારો મળ્યો છે. પુસ્તકના નિબંધો શિક્ષકો તેમ જ વિદ્યાર્થીઓને વાંચવા ગમે તેવા છે.
Reviews
There are no reviews yet.