લાગણી એ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીની અનોખી કૃતિ છે. અનાથ લાલજીનો સન્માનભેર જીવવાનો ને પોતાનો પ્રેમસભર સંસાર રચાવાનો પ્રયાસ આ નવલકથાનું વસ્તુ છે. સમગ્ર કથાનું આલેખન એટલું પ્રામાણિક છે કે પન્નાલાલ પટેલની ઉત્તમ કૃતિઓ માટે વારંવાર ઉચ્ચારાતું વિધાન “ગ્રામ્યજીવન તેના તમામ ભાતીગળ રંગોમાં ઝીલાયું છે” – એ ‘લાગણી’ માટે સાચું ઠરે છે. એક તરફ લાલજીનાં ખમીર ને ખુમારી છે તો બીજી તરફ એક સંવેદનશીલ દુર્ભાગી માણસ પરત્વેની ગ્રામ્ય સમાજની ક્રૂરતા છે.
પ્રેમ નામની લાગણી પામવાની એકાકી ખેડૂત યુવકની મથામણ રજૂ કરતી નાટ્યાત્મક અને ચિત્રાત્મક રજૂઆત ધરાવતી લેખકની યશસ્વી અને ખૂબ જ વખણાયેલી નવલકથા. `સહુનું ભલું તાકવા જેવું બીજું સુખ નહીં’ કહેતો લાલજી મરદ તો છે જ, પણ મરદ ઉપરાંત તેને માણસ થવું છે. વસમું છે, પણ મરવા સુધી વાત આવે છે તોય તે તેનો પ્રયત્ન મૂકતો નથી.
`સહુનું ભલું તાકવા જેવું બીજું સુખ નહીં’ કહેતો લાલજી મરદ તો છે જ, પણ મરદ ઉપરાંત તેને માણસ થવું છે. વસમું છે, પણ મરવા સુધી વાત આવે છે તોય તે તેનો પ્રયત્ન મૂકતો નથી. – દિગીશ મહેતા.
લાગણી રઘુવીર ચૌધરીની અનોખી કૃતિ છે. અનાથ લાલજીનો સન્માનભેર જીવવાનો ને પોતાનો પ્રેમસભર સંસાર રચાવાનો પ્રયાસ આ નવલકથાનું વસ્તુ છે. સમગ્ર કથાનું આલેખન એટલું પ્રામાણિક છે કે પન્નાલાલ પટેલની ઉત્તમ કૃતિઓ માટે વારંવાર ઉચ્ચારાતું (ને કૈંક અંશે ચવાયેલું ) વિધાન “ગ્રામ્યજીવન તેના તમામ ભાતીગળ રંગોમાં ઝીલાયું છે”-એ ‘લાગણી ‘ માટે સાચું ઠરે છે. એક તરફ લાલજીનાં ખમીર ને ખુમારી છે તો બીજી તરફ એક સંવેદનશીલ દુર્ભાગી માણસ પરત્વેની ગ્રામ્ય સમાજની ક્રૂરતા છે.
Reviews
There are no reviews yet.