સિદ્ધપુરના વિખ્યાત શિવમંદિર રુદ્રમહાલયના નિર્માણનું નિરૂપણ કરતી અગિયારમી બારમી સદીના સમયનું આલેખન કરતી લેખકની આ પ્રશિષ્ટ નવલકથા છે. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ઊંડો રસ ધરાવતા સર્જક દ્વારા ‘રુદ્રમહાલયની કર્પૂરમંજરી’ રચાઈ છે, એ તેનું મોટું જમા પાસું છે. આ લઘુનવલના કેન્દ્રમાં સ્થાપત્ય અને સ્થપતિ છે. બાહ્યરુપથી આંતરસંબંધ સુધી પહોંચવાની યાત્રા અહીં નિરુપાઈ છે. સ્થપતિ પદ્મસેન દ્વારા રેતિયા પથ્થરે પ્રગટેલું રુદ્રમહાલયનું સૌંદર્ય – આ મહાન કલાકૃતિનું સૌંદર્ય ભારતના આ ભાગને દોઢ સદી સુધી અજવાળતું રહ્યું.
કૃતિમાં વ્યક્ત અનુભવ સાથેના સંબંધ વિના સર્જક રૂપનિર્મિતી કરી શકે ? પદ્મસેનનો એ પ્રયત્ન હતો કે કર્પૂરમંજરીથી તટસ્થ રહીને જ અપૂર્વ અને અનન્ય રૂપાંકન કરવું. પણ એમ તો કથા દુઃખાંત હોત. પરંતુ સર્જકના મતે લેખન દરમ્યાન કથાની સૃષ્ટિ સ્વાયત્ત થતી ગઈ અને દુઃખ અંત પહેલાં જ આવી ગયું.
કથાનો સુખદ અંત વાચકોને ગમી જાય તેવો છે.
Reviews
There are no reviews yet.